________________
પિતાની ગુપ્ત વાત બકરીને સેંપવામાં જોખમ ૧૫૫
જાદુગરણી અને ડાકણની સાગરીતનું બીજું શું રૂપાળું નામ હોય વળી!”
“અરે જલ-દીક્ષાને સંસ્કાર કર્યો હોય તો રૂડું રૂપાળું ખ્રિસ્તી નામ હોયને!” બુઢાં ડોસીએ ઉપસંહાર કર્યો. તે દરમ્યાન પેલી નાનકડી શું પશેવિયર પલી બકરીને કેકની લાલચ બતાવી એક બાજુ લોભાવી ગઈ હતી. તેણે બકરીને ગળે બાંધેલી નાનકડી ઝોળી હાથમાં લઈ નીચે ઠાલવી – તો તેમાં એ – બી - સી – વગેરે એક એક અક્ષર લખેલ લાકડાની ચકતીઓ હતી. એ ચકતીઓ જમીન ઉપર ફેલાતી પડી, તેની સાથે પેલી બકરી પોતાની એક પગની ખરી વડે એ ચકતીઓમાંથી અમુક અક્ષરવાળી ચકતી બાજુએ કાઢીને ક્રમમાં ગોઠવવા લાગી.
એ ગોઠવાઈ રહી એટલે તરત નાનકડી શેપશેવિયર રાજી થતી અને તાળીઓ પાડતી ફલર-દ-લીને સંબોધીને બોલી ઊઠી –
ગોંડ-મમ્મા ફલર-દ-લી, જુઓ તો ખરાં, આ બકરીએ કયું નામ ગોઠવ્યું તે !” - ફલર-દ-લી તરત તે તરફ ઉતાવળે દોડી ગઈ; પણ પેલું નામ વાંચતાં જ ફીકી પડી ગઈ. એ ચકતીઓ ગોઠવીને આ શબ્દ બકરીએ બનાવ્યો હતો –
phoebus (“ફોબસ”) સ હવે ત્યાં આવી પહોંચ્યાં, અને એ શબ્દ વાંચી આભાં થઈ ગયાં.
જિપ્સી-કન્યા પોતાની બકરીએ વાળે આ દાટ જોઈ એકદમ ફીકી પડી ગઈ. જાણે કેપ્ટન ફોબસનો મહાપરાધ કર્યો હોય તેમ તે દીન દુ:ખી થઈને જોઈ રહી. પરંતુ કેપ્ટન તો રાજી થતા પોતાની મુછના આંકડા ચડાવવા લાગ્યા.
તરત જ ફલર-દ-લી હિસ્ટીરિયા ચડયો હોય એમ ત્રાડી ઊઠી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org