________________
૫૪
ધર્માધ્યક્ષ - જિપ્સી-કન્યાએ તરત દોડી જઈ, બકરીને કપડાંના ઢગલામાંથી છૂટી કરી, અને તેને પાછળ ભૂલીને પોતે એકલી ઉપર ચાલી આવી તે બદલ જાણે તેની માફી માગતી હોય તેમ તેના માથાને પોતાના ગાલ સાથે દબાવવા લાગી. - પેલી ફૂટડી સુકન્યાઓમાંની એકે બીજીના કાનમાં કહ્યું, “ઓહો, આ તો પેલી બકરી-વાળી કહેવાતી જિપ્સી-કન્યા છે, કંઈ! એ બકરી તે ભારે ચમત્કારી ખેલ કરે છે, એમ સાંભળ્યું છે.”
' તરત જ એ બે જણીઓ, ‘બકરી પાસે જાદુ-મંતર કરાવ, ચમત્કાર કરાવ’ એમ આગ્રહપૂર્વક કહેવા લાગી.
“તમે શું કહેવા માગે છે, તે હું સમજી નહિ,” પેલી જિપ્સીકન્યા બોલી ઊઠી.
“કેમ વળી? નજરબંધી – મેલી વિદ્યાના ચમત્કાર – તારી બકરી કરી બતાવે છે, તે!”
“એવું કશું હું કે તે જાણતા નથી!” પેલીએ ભારપૂર્વક વળતે જવાબ આપ્યો.
પેલાં બુઠ્ઠાં બાનુ હવે તડૂકી ઊઠયાં, “જો તારે કે તારી બકરીએ કંઈ ખેલ બતાવવાના ન હોય, તો તું અહીં ઊભી રહી છે, શા માટે? ઝટ ચાલતી થા.” - પેલી કશો જવાબ આપ્યા વિના બહાર ચાલી જવા બારણા ભણી વળી.
“વાહ, અમે તે હોય? મારી ફૂટડા, થાડુક નાચતી તા જા ! પણ પહેલાં તારું નામ શું એ તો કહે.”
ઍસમરાદા.” પેલીએ કેપ્ટનની આંખોમાં પોતાની આંખ પરોવીને જવાબ આપ્યો.
એ નામ સાંભળીને તરત પેલી સુંદરીઓએ ખભા મચકોડ્યા અને ખડખડાટ હસી લીધું.
“વાહ, છોકરીનું આ તે કેવુંક નામ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org