________________
પાણીના ટીપાના બદલામાં આંસુ
૧૪૨
પછી એ બાંધકામની વચ્ચે ખાડેલી એ જંગી પૈડાની ધરીને ઘુમાવવામાં આવે એટલે પેલું ઉપરનું પૈડું ગાળ ફરવા માંડે, જેથી ચાતરફ ઊભેલા પ્રેક્ષકોને વારાફરતી પેલા ગુનેગારનું મોં જોવા મળે.
છેવટે ગુનેગારને ગાડાની પાછળ બાંધીને ત્યાં લાવવામાં આવ્યો અને તરત પિલરી ઉપર ચડાવી દેવામાં આવ્યા. લાકો એને ઓળખી ગયા : એ કસીમાઁદા હતા!
ગઈ કાલે । મૂર્ખાઓના પાપ અને રાજા તરીકે, ઇજિપ્તના યૂક, યુનિસના રાજવી તથા ગૅલીલીના શહેનશાહ કહેવરાવનારાએ તેને સરઘસરૂપે વરઘોડો કાઢયો હતો; પણ આજે તેને ફટકાની સજા પણ જાહેરમાં જ કરવા લાવવામાં આવ્યા હતા. લોકોને એ બાબતની કશી પરવા ન હતી.
રણશિંગાવાળાએ તરત સૌને ચૂપ રહેવા ફરમાવી કસીમાઁદાને કરવામાં આવેલી સજાનું એલાન કર્યું.
કસીમમઁદા હાલ્યા-ચાલ્યા વિના શાંત જ રહ્યો હતા. તે છૂટા થઈ મારી ન બેસે એ બીકે તેને તાણી બાંધવામાં આવેલા બંધ જરા વધારે સખત રીતે . કસવામાં આવ્યા હતા અને તેની ચામડીમાં
સખત કળતા હતા.
તેને ઘૂંટણિયે બેસાડી તરત પેલા થડા સાથે બાંધી દેવામાં આવ્યો. પછી કેડ સુધીનાં તેનાં કપડાં ઉતારી લેવામાં આવ્યાં. કસીમૉદા કશી ચેષ્ટા કર્યા વિના પેલા જેમ કરે તેમ કરવા દેવા લાગ્યા. અવારનવાર તે ઊંડો શ્વાસ લેતા “ કસાઈના ગાડામાં ચાર પગ બાંધીને નાખેલા અને માથું ગાડાની કિનારી બહાર લબડતું હેાય એવા વાછડાની જેમ.
હવે એક પહેલવાન જેવા માણસ નિસરણીએ થઈને પિલરી ઉપર ચડયો. તેણે નગરને ગણવેશ પહેર્યો હતા – અર્થાત્ ગુનેગારોને સરકારી સજા પ્રમાણે રિબાવનાર અધિકારી તે હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org