________________
પાણીના ટીપાના બદલામાં આંસુ
13 વખત થયાં પ્લાસ દ ગ્રેવે મેદાનમાં પિલરી અને માંચડાની આસપાસ પુષ્કળ માણસો ભેગાં થવા લાગ્યાં હતાં.
સવારના નવ વાગ્યાથી ચાર ઘોડેસવાર સારજંટ પિલરીની આસપાસ ચાર ખૂણે આવીને ઊભા રહ્યા, ત્યારથી જ લોકો ફટકાબાજીની કે એવી કોઈ સજા જેવાની મળશે એવી આશા સાથે ત્યાં ભેગા થવા લાગ્યા. ધીમે ધીમે પિલરી તરફ ટોળાનો ધક્કો એટલો ભારે થવા લાગ્યો કે, પેલા સારજંટોને એ ધક્કો પાછો હઠાવવા પોતાના હાથમાંના ચાબૂકો તથા ઘોડાના થાપાનો ઉપયોગ વારંવાર કર્યા કરવો પડતો.
લોકોને આવી જાહેર સભાઓ જેવા દિવસભર રાહ જોતા ખડા રહેવાની ટેવ પડેલી હોવાથી, તેઓ કશી અધીરાઈ બતાવ્યા વિના પિલરીની આસપાસ ભીડ કરતા ગોઠવાયે જતા હતા.
એ પિલરીનું બાંધકામ સીધું-સાદું હતું. પથ્થરનું ઘનચોરસ જેવું, દશેક ફૂટ ઊંચાઈનું ચણતરકામ કરવામાં આવ્યું હતું. તે વચ્ચેથી પોલું હતું. તેની બાજુએ પથ્થરનાં જ પગથિયાંના એક ઉભડક દાદર જેવું ચણતરકામ કરવામાં આવ્યું હતું. તેના વડે ઉપરના ઓટલા ઉપર જાઓ એટલે વચ્ચે કુંભારના ચાકળા જેવું એકનું એક જંગી ચક્કર આડું ગોઠવેલું નજરે પડે. એ ચક્કરની વચલી લાટ ઉપર ઊભી ધરી જેવા એક લાકડાના ડીમચા સાથે, ગુનેગારને ઘૂંટણિયે પાડી તેના હાથ તથા પગની ઘૂંટીઓ પીઠ પાછળ કાઢી, મોં મેદાન તરફ રહે એ રીતે બાંધી દેવામાં આવતે.
૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org