________________
૧૪૨
ધર્માધ્યક્ષ તેણે પિલરીને એક ખૂણે કાળી કલાક-શીશી મૂકી. ઉપરના ભાગમાંથી લાલ રેતી નીચે સરકતી હતી. તેણે હવે પોતાનું જાકિરે ઉતારી નાખ્યું, તથા બાંયો બરાબર ચડાવી. પછી તેણે પોતાના જમણા હાથમાં એક જંગી ચાબખો પકડ્યો. તેની લાંબી લાંબી ચામડાની પટ્ટીને છેડે ગાંઠો તથા ધાતુની ખેળીઓ હતી.
તેણે પગ જરા પછાડ્યો એટલે વચ્ચેના પોલાણમાં નીચે બેઠેલા માણસે ધરી ફેરવવા માંડી. ફરતી ફરતી કસીમૉદોની પીઠ આ ચાબૂકવાળા તરફ આવી એટલે તેણે તરત પોતાને ચાબખે હવામાં વીંઝી જોરથી ફટકાર્યો.
કસીમૉદો બિચારો ઊંઘમાંથી ઝબકી ઊઠ્યો હોય એમ ઊછળ્યો. પણ સખત તાણિયાથી તેને જકડેલ હોઈ, તે માત્ર થોડો અમળાયો એટલું જ. સાંઢને જેમ પડખે બગાઈ કરડે ત્યારે ત્યાં કશું પૂછડું કે માં પહોંચી શકે તેમ ન હોય, ત્યારે ડંખની ઊલટી બાજુએ પોતાનું મેં નાખી દે છે, તેમ જ કસીમૉદોએ પોતાનું માથું પાછળની તરફ જમણી બાજુ ઉછાળ્યું.
પછી ચાબુકને બીજો ફટકો – પછી ત્રીજો – એમ પિલરીનું ચક ફરનું જ રહ્યું.
થોડા ફટકા બાદ કસીમૉદોની ખુલ્લી ચામડી ચિરાઈ જતાં તેમાંથી લોહીની છાંટ ઊડવી શરૂ થઈ, અને પછી તો લાંબી ધાર જ. ચાબખાની ઊછળતી વાધરીઓ સાથે ચોટતા એ લેહીની ફરફર નીચે ઊભેલા ટોળા સુધી પણ પહોંચવા લાગી.
કસીમોદીએ દુ:ખ અસહ્ય બન્યું ત્યારે એક વખતે પોતાનું બધું રાક્ષસી જોર અજમાવી એ બંધનમાંથી છૂટા થવા પ્રયત્ન કરી જોયો. પણ એના બંધ થોડો તડ તડ અવાજ કરીને તેની ચામડીમાં ઊલટા વધુ ઊંડા ઊતર્યા, એટલે તે થાકીને જંપી ગયો. તેણે પોતાની એક આંખ બંધ કરી દીધી અને માથું પોતાની છાતી ઉપર ઢાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org