________________
ઉંદર-ખાનું
૧૩૩ “જુઓને, હવે જિપ્સીઓની જ વાત બાકી રહે છે. એક દિવસ રીમમાં આ બધા જિપ્સી ભિખારીઓ અને ભટકેલોનું ટોળું
આવી ચડ્યું. તેમના નાયકો પોતાને ડમૂકો અને કાઉંટો કહેવરાવે છે. ધિઓના વાળ ગૂંછળાદાર હોય છે, અને તેઓ કાનમાં રૂપાની વીંટી પહેરે છે. તેમના વાળ માથા પાછળ ખભા સુધી ઘેડાની પૂંછડીની પેઠે લટકતા હોય છે. એ બધી સમાજ-બહાર ગણાતી જાતિઓ છે. તેઓ મિલેંડમાં થઈને ઇજિપ્તથી સીધા રીમ આવ્યા હતા. પોપે તેમનાં પાપોની બૂિલત સાંભળી હતી અને તેઓને સાત વર્ષ સુધી એક જગાએ સ્થિર થયા વિના ભટકતા રહેવાનું અને પથારીમાં કદી ન સૂવાનું સિાયશ્ચિત્તર આપ્યું છે એમ કહેવાતું. તેઓ અલિયર્સના રાજાને અને કર્મનીના બાદશાહને નામે રીમમાં આવ્યા હતા અને લોકોનાં ભવિષ્ય રાખી આપવાનું કામ કરવા લાગ્યા.
1 - ૪ ) E ના રોજ
તેમને શહેરમાં તો દાખલ થવા દેવામાં ન આવ્યા, એટલે રોએ જાની ચાકની ખાણો નજીક દરવાજા પાસે પડાવ નાખ્યો. તરત - આખું શહેર તેમની પાસે જવા ઊમટયું. તેઓ હાથ જોઈ જોઈને દભુત ભવિષ્ય ભાખી આપતા. ગમે તેવો બદમાશ હોય કે ભિખારી કા, તેને તે મોટો ધર્માચાર્ય બનશે કે રાજા-મહારાજા બનશે એવું વિષ્ય ભાખી આપે! તેઓ બાળકો ઉપાડી જાય છે, ખીસાં કરે છે, અને માનવ-માંસ ભક્ષણ કરે છે, એવી વાયકાઓ પણ હતી. અને તેથી સ્ત્રીઓ એકબીજીને હંમેશાં તેમની પાસે ન જવાની થિી સલાહ આપતી, પણ પછી છાનીમાની પોતાના બાળકને તેમની
લઈ જઈ, તે શું થશે વગેરે ભવિષ્ય રસ-પૂર્વક સાંભળી આવતી. 1 ઘેર પાછી આવી, પડોશણો આગળ પોતાનો છોકરો પોપ થશે, ત થશે કે શહેનશાહ થશે, એવી વાતોની બડાશે મારતી. એ સાંભળી
સ્ત્રીઓને પણ પોતાના સંતાન માટે એવું ભારે ભવિષ્ય જાણી સની ચટપટી થતી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org