________________
૧૩૪
ધર્માધ્યક્ષ “બિચારી પાકેતને પણ એ રીતે જ પોતાની ફૂટડી છોકરીનું ભવિષ્ય જાણી આવવાનું મન થયું. તે એ લોકોને પડાવે ગઈ. એક જિપ્સી સ્ત્રીઓ તે બાળકીની સુંદરતાનાં બહુ વખાણ કર્યાં, પોતાના હાથમાં લઈ તેને ચૂમી, તથા તેના નાના પગ અને સુંદર જોડા જોઈ જાણે તે દિમૂઢ થઈ ગઈ. બાળકી તે વખતે એક વરસની થઈ હતી. તે સામાન્ય રીતે મા સામું જોઈને હસ્યા કરતી, ટહુકા કર્યા કરતી અને હાથપગ ઉછાળી ગેલ કરતી. પણ આ જિસી સ્ત્રીને જોઈને તો તે એવી રડવા લાગી કે ન પૂછો વાત. માએ તેને પાછી પોતાના હાથમાં લઈ ખૂબ પંપાળી, બચ્ચીઓ કરી, તથા શાંત પાડી. પેલી જિપ્સી બાઈએ છોકરી બહુ સુંદર, સચ્ચરિત્ર, તથા રાજ-રાણી થશે એવું ભવિષ્ય ભાખી આપ્યું.
“બીજે દિવસે ઍની જરા ઊંઘમાં પડી એટલે પાકે તેનું જે ભવિષ્ય જિપ્સીઓ પાસેથી પોતે જાણી લાવી હતી, તે પોતાની પડોશણને કહેવા ઘર ઉધાડું મૂકી, હાસમાં ને હોસમાં દોડી – “અરે મારી નાનક એની જમવા બેઠી હશે ત્યારે ઇંગ્લૉન્ડનો રાજા અને યુથોપિયાને આર્ચ-ડક તેની તહેનાત ભરશે !” ઇ૦, ૮૦. પડોશણ આગળ એ બધું અંતરનો આનંદ ઠાલવીને તે ઘેર પાછી આવી, ત્યારે પોતાની દીકરીને કશો અવાજ ન આવતે જાણી, તે તેને જોવા ગઈ – તો બાળકી ને મળે! માત્ર તેના બે જોડામાંથી એક જ જોડો બાજુએ પડી રહ્યો હતો
તરત તે બૂમાબૂમ કરતી આખા ઘરમાંને આસપાસ દોડી વળી, પણ કયાંય છોકરીને કશો પત્તો જ લાગ્યો નહિ કે તેની કશી ભાળ મળે નહિ. આખો દિવસ તેણે ગાંડાની પેઠે આખા શહેરમાં દોડાદોડ કરી મુકી; જેને ને તેને પકડીને તે પોતાની દીકરી ગુમ થયાની વાત હૃદય દ્રાવક રીતે કરતી. એમ કરતાં કરતાં રાત પડી ત્યારે તે ઘેર પાછી ફરી
તે ગેરહાજર હતી એ દરમ્યાન બે જિપ્સી-સ્ત્રીઓ હાથમાં પોટલા જેવ કશું લઈને આવી હતી અને ગુપચુપ તેના ઘરમાં પેઠી હતી; તેએ બહાર નીકળી, ત્યારે તેમના હાથમાં પેલું પોટલું ન હતું, એવું એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org