________________
૧૩૨
ધર્માધ્યક્ષ સોળ વર્ષ પહેલાં પાકેત એક બાળકીની માતા બની. તેના આનંદને પાર ન રહ્યો.
“તેણે પોતાનાં છેલ્લાં કપડાં ફાડી ફાડીને પોતાની બાળકી માટે ઝભલ સીવી તેને પહેરાવવા માંડયાં! તે તેને જાતે જ ધવરાવતી. પ્રેમ કરવા બાળકી મળ્યાના સંતોષથી તે પાછી ફૂટડી અને જુવાન પણ બનતું ચાલી ! અને પરિણામે તેની પાસે ઘરાકો પાછા આવવા લાગ્યા. એ રીતે થતી પોતાની બધી જ કમાણી પાકેત પોતાની બાળકી ઍની શણગારવા સજાવવામાં જ વાપરી નાખતી. એમ કહેવાય કે રાજકુંવરી પણ જેવાં જરી-રિબન પહેરવા ન મળતાં હોય, તેવાં જરી-રિબન ; પિતાની બાળકીને પહેરાવતી. વળી આપણા રાજા લૂઈ-૧૧માએ નાન હશે ત્યારે જેવા ભરત-ગૂંથણવાળા જોડા નહિ પહેર્યા હોય, તેવા જોડાને જોડ તે પોતાની બાળકીને પહેરાવતી. તે જોડા ઉપરનું બધું ભરતકા તેણે પોતે કર્યું હતું. એ જોડા મારા અંગૂઠા જેટલા નાનાશીક હતા અને પાકેતની નાનકડી ઍનીના નાનકડા પગ એમાં પેસતા નજરે જોય ન હોય, તે કોઈ માની પણ ન શકે, એ કોઈ બાળકીના જોડા છે એ બાળકીના પગ એવા નાનકડા – સુંદર હતા. પણ એ બાળકીને પગ જ સુંદર હતા એમ નહિ, તે ચાર મહિનાની થઈ ત્યારે મેં પણ તેને જોઈ હતી; તેની આંખો તેના મોં કરતાં પણ મોટી હતી, અને તેને કાળા સુંદર ગૂંછળિયા વાળ હતા.
“એની મા તે એને જોઈ જોઈને રોજ વધુ ને વધુ ગાંડી છે બનતી ચાલી. આખે વખત જાણે તે તેને છાતીએ દબાવ્યા કરે અને ચંખ્યા કરે. ખાસ કરીને પોતાની બાળકીના નાનકડા ગુલાબી પગ તેને ખૂબ ગમતા. વારેઘડીએ એના પગ તે ચૂમ્યા કરતી; અને એમનું ફૂટડાપણું તથા નાનકડાપણું જોઈ જોઈને નવાઈ પામતી.”
આ કહાણી મનોરંજક છે, એ વાત ખરી; પણ એમાં હજી જિપ્સી કયાં આવ્યા ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org