________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ
ટિપણે ટિપ્પણું ન ૦ ૧ ઃ આગળ આવી ગયેલો [૭–૪] ચાર્વાક મત જેને બીજા ખંડમાં (૨. ૧. ૧૦.) મૂળમાં જ પંચમહાભૂતિક વાદ તરીકે ઓળખાવ્યા છે – તેમાં અને તજજીવતછરીરવાદમાં ફેર આટલો જ દેખાય છે કે, તજીવતછરીરવાદ શરીરને જ આત્મા માને છે, જ્યારે પંચમહાભૂતવાદી શરીરાકારે ભેગાં થયેલાં પંચમહાભૂતમાંથી જુદું ચેતન તત્વ ઉત્પન્ન થાય છે, તથા તે શરીરની બધી ચેતન ક્રિયાઓ કરે કરાવે છે, એમ માને છે. જો કે, તે ચેતનનો પણ શરીરના નાશની સાથે નાશ થાય છે જ.
ટિપ્પણ . ૨: બૌદ્ધો આત્મા જેવી સ્થાયી, અવિનાશી વસ્તુ નથી માનતા. પરંતુ ક્ષણે ક્ષણે બદલાતા પાંચ સ્કંધો માને છે. તે પાંચ કંધે આ પ્રમાણે: (૧) પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચાર મહાભૂતો તે રૂપસ્કંધ (૨) સુખકારક, દુઃખકારક અને ઉપેક્ષાયુક્ત એ ત્રણ પ્રકારની વેદનાઓ તે વેદનાત્કંધ (3) એક જ જડ સૃષ્ટિના બનેલા મૂર્ત અમૂર્ત એમ સર્વ પદાર્થોનું જે શક્તિ વડે આપણને ઘડે, ગામ એવું ભિન્ન ભિન્ન સ્વરૂપ લાગે છે, તે સંજ્ઞાસકધ (૪) પ્રેમાદિ કુશળ, વેષાદિ અકુશળ અને અમુક પ્રકારની અભિરુચિ, આવડત વગેરે અવ્યાકૃત સંસ્કારો તે સંસ્કારસ્કંધ (૫) ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, જિદ્દા, કાય અને મને એ છ વિજ્ઞાને તે વિજ્ઞાન સ્કંધ.
ટિપ્પણુ નં૩ : પાંચ સમિતિઓ આ પ્રમાણે છે :
(૧) ઈસમિતિ: કઈ જંતુને ઈજા ન થાય તેમ કાળજી પૂર્વક ચાલવું. (૨) ભાષાસમિતિ: સત્ય, હિતકર, પરિમત અને સંદેહ વિનાનું બોલવું. (૩) એષણા સમિતિ : જીવનયાત્રામાં આવશ્યક એવાં નિર્દોષ સાધન મેળવવા સાવધાનતાથી પ્રવૃત્તિ કરવી. (૪) આદાનનિક્ષેપસમિતિઃ વસ્તુમાત્રને જોઈ તપાસી કાળજીથી લેવી મૂકવી. (૫) ઉત્સર્ગ સમિતિ: અનુપયોગી વસ્તુ જતુ વિનાને સ્થળે જઈ તપાસી નાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org