________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ પાર કરવા ચાહે, એના જેવી એમની દશા છે અને થાય છે. એવા અનાર્ય શ્રમણ સંસારમાં ચાક ખાયા જ કરે છે. [૨૮-૩૨]
અને પેલા દષ્ટાંત વિષે તો શું જ કહેવું ? કેાઈ શ્રદ્ધાળુ ગૃહસ્થ ભિક્ષુ માટે બનાવેલું ભોજન, ભલેને તે હજાર હાથમાં થઈને મળે, પણ જે તે નિષિદ્ધ હોય, તે તે ખાનારને દોષ લાગે જ. પરંતુ કેટલાક શ્રમણો આ વાત નથી સ્વીકારતા; દુનિયામાં ક્યાં જોખમ છે એનું એમને ભાન નથી; ને વર્તમાન સુખની લાલસાના માર્યા તેઓ આમાં પડે છે. પછી, ભરતી કાળે તણાઈ આવી,
ઓટમાં જમીન પર રહી જતા માછલ્લાની પેઠે તેમને વિનાશ થાય છે. [૧-૪]
વળી બીજા પ્રકારના કેટલાક મૂર્ખ વાદીઓ વિષે કહું છું તે સાંભળ. કોઈ કહે છે, દેવે આ જગત રચ્યું છે, ને કેાઈ કહે છે કે બ્રહ્માએ. કઈ વળી એમ જણાવે છે કે, જડચેતનથી ભરપૂર તથા સુખદુ:ખવાળું આ જગત ઈશ્વરે ઘડવું છે; અને કોઈ કહે છે, “ના, એ તો પ્રકૃતિનું કાર્ય છે, કોઈ મહર્ષિએ વળી એમ કહ્યું છે કે, સ્વયંભૂ આત્મામાંથી આ જગતની ઉત્પત્તિ છે; જ્યારે બીજું એક કથન છે કે, મૃત્યુએ પોતાની માયાશક્તિથી આ અશાશ્વત જગત રચ્યું છે. કેટલાક શ્રમણો ને બ્રાહ્મણે કહે છે, “ આ જગત ઈંડામાંથી ઉપજેલા પ્રજાપતિનું રચેલું છે. ૨ [ પ – ૭]
(૧) બહદારણ્યકેપનિષદ 1. ૨. ૧ – ૨. (૨) શતપથ ૧૧. ૧. ૬ – ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org