________________
જુદા જુદા વાદ કેટલાક મંદબુદ્ધિ આસક્ત લેક એમ જણાવે છે, “ધડે, ઠીકરું, ઈટ આદિપે એક જ માટી અનેકરૂપ દેખાય છે; એમ જ આ વિવ એક આત્મરૂપ હોવા છતાં, પશુ, પક્ષી, વનવૃક્ષાદિરૂપે અનેક દેખાય છે. અને એમનું કહ્યું માની ચાલનારાઓ, પાપ કરી કરીને દુઃખેમાં સવા કરે છે. [૯-૧૦] વળી કેટલાક એવું માનનારા છે કે, “આત્મા કે જીવ જે કાંઈ છે, તે આ પ્રત્યેક શરીર જ છે. એટલે મર્યા પછી જ્ઞાની કે અજ્ઞાની કહેવાતા કેઈ નથી રહેતા; પુનર્જન્મ છે જ નહિ; કે નથી પુણ્ય પાપ કે પરલોક. શરીરનાશની સાથે શરીરી જીવને પણ નાશ થાય છે.” [૧૧-૧૨] અને કેટલાક બીજા તે ધૃષ્ટતાપૂર્વક કહે છે કે, “ કરવા કરાવવા વગેરેની ક્રિયાઓ આત્મા નથી કરતો – એ તો અકર્તા છે !”૩ [૧૩].
આ પ્રમાણે કહેનાર લોકે આ વૈવિધ્યપૂર્ણ જગતની સાચી સમજ પછી શી રીતે મેળવી શકે ૨૪ પ્રવૃત્તિઓના
૧. મૂળમાં આ મતનું નામ નથી. નિયુક્તિકારે આ વિભાગને એકાત્મક” કહ્યો છે. ટીકાકારે આને એકાત્મ-અદ્વૈતવાદ કહ્યો છે.
૨. મૂળમાં આ વાદનું કશું નામ નથી. પરંતુ નિર્યુક્તિકાર તેમજ ટીકાકાર બંને આ વાદને ‘ત નવતરવા કહે છે આ વાદનું વધુ વર્ણન ૨. ૧. ૯ માં આવે છે. અને ત્યાં તેને મૂળમાં જ તે નામે ઉલ્લેખેલો છે. આની અને ચાર્વાકમતની વચ્ચેનો તફાવત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ૧.
૩. નિયુક્તિકાર આ મતને “અકારકવાદ” કહે છે. ટીકાકારે આને “સાંખ્ય કહ્યો છે. મૂળમાં તેનું નામ નથી.
૪. કારણ કે, ચાકમત અનુસાર પાપપુણ્યનાં ફળ જન્મજન્માંતરમાં ભોગવનાર કોઈ આત્મા જ ન હોય, અથવા એકાત્મવાદીના કહ્યા પ્રમાણે એક આત્મા સિવાય બીજું કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org