________________
ઉપોદઘાત (૮) અંતકૃદશાંગ (અંતગડદસાઓ): કર્મક્ષય કરનાર દશ
સાધુઓની કથા. (૯) અનુત્તરૌપપાતિક દશાંગ (અનુત્તરવવાઈયદસાઓ): સર્વોચ્ચ
સ્વર્ગ પામેલા દશ આચાર્યોની કથા. (૧૦) પ્રશ્નવ્યાકરણગ (પન્હાવાગરણઈ): ધર્મના વિધિનિષેધ. (૧૧) વિપાકસૂત્રાંગ (વિવાગસૂયમ) : કર્મફળના ભેગ વિષેની
કથાઓ. બારમું “અંગ' દષ્ટિવાદ (દિષ્ટિવાઅ) જે લુપ્ત થઈ ગયેલું કહેવાય છે, તેના વિષયનું વર્ણન બીજા ગ્રંથમાં મળી આવે છે. તે આ પ્રમાણે છે. તેના નીચે પ્રમાણે પાંચ વિભાગ કહેવામાં આવે છે: () પરિક્રમ : દિગંબરોને મતે તેમાં ચંદ્ર, સૂર્ય, જબુદ્વીપ
વગેરે દીપે અને સાગરો તથા જીવ અજીવ વગેરે
તોનું વર્ણન છે. () સૂત્ર : તેમાં સાચું અને જ્ઞાન દેખાડનાર સૂવે છે. () અનુગ ઃ તેમાં ધાર્મિક મહાપુરુષોની કથાઓ છે. () પૂર્વગત : આ વિભાગમાં પહેલાં જણાવેલાં ૧૪ પૂર્વેને
સમાવેશ થાય છે. તે દરેકના વિષયો અનુક્રમે નીચે પ્રમાણે છે : દ્રવ્યની ઉત્પત્તિ, સ્થિતિ અને લય; મૂળતત્ત્વ અને દ્રવ્ય; દ્રવ્યની, મહાપુરુષોની અને દેવોની શક્તિ; નિર્ણયના સાત પ્રકાર અને ન્યાયનાં સાત પ્રમાણ વડે વસ્તુસ્થિતિનો નિર્ણય: સત્ય અને મિથ્યા જ્ઞાન; સત્ય અને અસત્ય વચન; આત્માને સ્વભાવ; કર્મ, કર્મક્ષય; વિદ્યા શી રીતે પ્રાપ્ત કરાય; ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org