________________
ઉપોદઘાત ભગવાન મહાવીરે એ વસ્તુને તોડ એક જ સપાટે કાઢ્યો; અને તેનું નિમંત્રણ સ્વીકારવાની પદ્ધતિ બંધ કરીને. પિતે ગમે તે ઠેકાણે અચાનક જઈને ઊભા રહેવું અને ગૃહસ્થ પિતાને માટે જે કાંઈ તૈયાર ક્યું હોય, તેમાંથી વધ્યુંઘટવું અથવા તે આપી શકે તેમ હોય તે મેળવીને પિતાને નિર્વાહ ચલાવ. જૈનભિક્ષુએ પાણી પણ સીધું જળાશયમાંથી લેતા નહિ. પરંતુ બીજા કોઈએ વાસણ વગેરે દેવામાં વાપર્યું હોય તેવું મરેલું – નિર્જીવ થયેલું – પાણી વાપરતા. “ઠંડું પાણી ન વાપરવું ? તેને અર્થ એ જ કે જીવતું પાણી ન પીવું, મરેલું પીવું. મરેલાને અર્થ સામાન્ય રીતે ઉકાળેલું – ગરમ કરેલું – એ કરવામાં આવે છે.
આ ક્રિયાવાદીઓ સાથેની ચર્ચા સૂત્રકૃતાંગમાં ઠેર ઠેર આવેલી છે. અને તેના વિવિધ જવાબ જુદે જુદે સ્થળે આપેલા છે. પરંતુ છેક છેવટે, મહાવીર ભગવાન એક સીધે જવાબ આપી દે છે; અને તે એ કે, ખાસ વ્રત – નિયમ – લઈને જે જે પાપ કે હિંસાનો ત્યાગ મનુષ્ય નથી કર્યો, તે તે પાપ કે હિંસાને માટે મનુષ્ય જવાબદાર છે જ. વનસ્પતિ વગેરે જીવોમાં પાપપુણ્યને વિચાર કરવાની શક્તિ નથી એમ કહેવામાં આવે છે, તે જ પ્રમાણે કેટલાક મૂઢ મનુષ્યમાં સ્વપ્નામાં પડેલા માણસ જેટલા પણ હોંસ હોતા નથી; છતાં તેઓ પણ તેમનાં બધાં કર્મો માટે જવાબદાર છે. અન્ય ક્રિયાવાદીઓની શિથિલતાના ઉપાય તરીકે જ મહાવીરભગવાનને સામી આટલી હદે તીવ્રતા બતાવવી પડી હશે, અને તેથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org