________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ ક્રિયાવાદનું કાંઈક આવું વર્ણન સૂત્રકૃતાંગ ૧. ૧૨ માં આવેલું છે. તેટલા ઉપરથી આપણે તેમના વાદને કાંઈક ખ્યાલ બાંધી શકીએ છીએ. તેમાં જીવ અને જગતની શાશ્વતતા જણાવી છે; તથા, “ જીવ કર્મો કરી શકે તેવો સ્વતંત્ર છે, અને બીજા કેઈનું કાંઈ કરાવ્યું થતું નથી,' તે વસ્તુ સ્વીકારી છે. ઉપરાંત તેમાં, બંધ સત્ય અને વાસ્તવિક હોવા છતાં, આત્યંતિક મેક્ષની શક્યતા પણ સ્વીકારી છે.
એ ટૂંક વર્ણનમાંથી આપણે જેને તત્વજ્ઞાનમાં સ્વીકારાયેલાં તો સહેજે તારવી શકીએ. તે સાતે તો ક્રિયાવાદને સ્થાપિત કરવા તથા તેને અનુકૂળ એવા સ્વરૂપમાં જ દર્શાવેલાં છે, એ આ ઉપરથી તરત દેખાઈ આવે છે. પ્રથમ તે ક્રિયાની શક્યતા માટે તે ક્રિયાનો કરનાર (૧) ચેતન જીવ જોઈએ અને તે ક્રિયાના ક્ષેત્રરૂપ જગત અથવા (૨) અજીવ તત્ત્વ જોઈએ. તે જીવ નિર્ગુણ, નિષ્ક્રિય નથી, તેમ ક્ષણિક પણ નથી. પરંતુ નિત્ય હોવા છતા વિવિધ ક્રિયાઓ કરીને પાપી, પુણ્યશાળી, સુખી, દુઃખી વગેરે અવસ્થાએ પામી શકે તેવો છે.
જીવ નિત્ય હોવા છતાં પરિણમી શી રીતે હોઈ શકે એવી ન્યાયશાસ્ત્રની દલીલને અહીં અવકાશ નથી. ક્રિયાવાદ સ્થાપવો હોય તે છવ નિત્ય પણ હોવો જોઈએ અને પરિણામ પણ હોવો જોઈએ, અજીવ તત્વ પણ જીવનાં કર્મ ભોગવાઈ રહે ત્યાં સુધી ટકી રહે તેવું એટલે કે જીવની પેઠે નિત્ય માનવું જોઈએ. તે બંનેને કોણે સર્યાં એ પ્રશ્ન ઊભો કરવાની જરૂર નથી. કારણ, તે પછી બધી ક્રિયાઓનો આધાર તેમને સૃજનાર ઈશ્વર બની જાય, અને બંધમેક્ષ તેની કૃપા અકૃપાનું પરિણામ બની જાય, તથા ક્રિયાવાદ
સ્થાપિત ન થઈ શકે. એટલે તે બંનેના કારણુ તરીકે ઈશ્વરને માનીને પાછો તેને સ્વયંભૂ માનવ, તેના કરતાં જીવ અજીવ તને જ સ્વયંભૂ માની લેવામાં શું વાંધો છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org