________________
છે
ઉપોદઘાત હવે આપણે ભગવાન મહાવીરના મુખ્ય સિદ્ધાંત તરફ પાછા વળીએ. મહાવીર પિતાના વાદને ક્રિયાવાદ કહે છે, અને તેને બીજાઓના અક્રિયાવાદ, અજ્ઞાનવાદ કે વિનયવાદથી જુદો પાડે છે. તે કહે છે: “માણસ જે આમ દુઃખી થાય છે, શોક પામે છે, ખૂરે છે, પિટાય છે, પીડાય છે, અને પરિતાપ પામે છે, તે બધું તેના પિતાના કરેલાનું ફળ છે. દુઃખ પિતાનું કરેલું થાય છે. બીજાનું કરેલું થતું નથી. તેમજ મેક્ષ પણ જ્ઞાન અને તદનુસાર ચારિત્ર્યથી પ્રાપ્ત થાય છે. આ વિવિધ પ્રાણીઓ જે સંસારની અંદર વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યાં છે, તે શાશ્વત છે. પ્રાણીઓ પિતપોતાનાં કર્મોનું ફળ પૂરેપૂરું ભોગવી રહે ત્યાં સુધી તે શાશ્વત સંસારમાં વારંવાર જન્મ પામ્યા કરે છે . . . આ જન્મમરણનું ચક્ર વિષમ છે અને કામ ક્રોધ વગેરે વિષયમાં ખૂંપી ગયેલા છે તેમાંથી સહેલાઈથી છૂટી શકતા નથી. આવા જગતમાં, પ્રાણીમાત્રના ચક્ષુરૂપ સર્વજ્ઞ સંતપુરુષે જ, જગતનું અને કર્મનું સત્ય સ્વરૂપ જાણુંને, તે ચક્રને અંત લાવે છે. તેઓ નાના કે મોટા પ્રાણોને પિતાના જેવા ગણે છે અને પ્રયત્નપૂર્વક તેમને સહેજ પણ ઈજા થવા દેતા નથી. તેવા જગતના તિરૂપ મહાત્માની સમીપમાં રહીને ધર્મનું સ્વરૂપ જાણવું. તે મહાપુરુષે જગતને, જીની ગતિ–અગતિને, જન્મ-મરણને તેમજ પ્રાણીઓના પરલોકમાં થતા જન્મને જાણે છે, ત્યાં જીવને ભેગવવાં પડતાં દુખે જાણે છે; કર્મ કેવી રીતે આત્મામાં દાખલ થાય છે તેમજ તેને કેવી રીતે રોકી શકાય છે તે જાણે છે; ટૂંકમાં, દુઃખ તેમજ તેને નાશ, ઉભયને જાણે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org