SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને સંચમધમ હતા અને ઘણાં મનુષ્યોને પિતાના પંથમાં આપ્યાં હતાં. તેમને ધર્મ ચાતુર્યામસંવર કહેવાય છે. કારણ, તેમના ધર્મમાં અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ ચાર જ તે સ્વીકારવામાં આવ્યાં હતાં, અને બ્રહ્મચર્ય વ્રતનો અપરિગ્રહ વગેરેમાં સમાવેશ કરી લેવામાં આવ્યો હતો. પરંતુ તેમના મૃત્યુ પછી, મહાવીરના સમય સુધીમાં, તે સંપ્રદાયના સાધુઓમાં તેને કારણે ભ્રષ્ટતા દાખલ થઈ ચૂકી હતી. તેથી મહાવીરે બ્રહ્મચર્યને પાંચમા વ્રત તરીકે દાખલ કર્યું અને પ્રતિક્રમણ વિધિ એટલે ગુરુ આગળ દેષની કબૂલાત કરી તેનું પ્રાયશ્ચિત્ત સ્વીકારવાનો વિધિ સ્થાપિત કર્યો. આમ મહાવીરે ને પંથ સ્થાએ એમ કહેવાને બદલે પાર્શ્વનાથને ધર્મને સંસ્કાર કર્યો એમ કહેવું જ ઉચિત છે. અને જૈન પરંપરા પણ મહાવીરને પાર્શ્વનાથની હારમાં જ ૨૪ મા તીર્થકર તરીકે મૂકી એ વસ્તુ સ્પષ્ટ કરે છે. જૈન પરંપરા ઋષભદેવને જૈન ધર્મના આદિ તીર્થકર માને છે. એટલું તે નક્કી કે મહાવીર અને પાર્શ્વનાથની પહેલાં પણ જૈન ધર્મ કેઈ સ્વરૂપમાં હશે જ. મહાવીર અને પાર્શ્વનાથ એ બને ઐતિહાસિક વ્યક્તિઓ હતી તે વિષે પૂરતાં પ્રમાણ મળે છે. બીજા બાવીસ તીર્થકરમાંથી ગષભદેવ, અજિતનાથ અને અરિષ્ટનેમિ એ ત્રણનાં નામ યજુર્વેદમાં આવે છે. તેમજ ભાગવત પુરાણમાં, ઋષભદેવ જૈન ધર્મના સંસ્થાપક હતા એ ઉલ્લેખ મળે છે. પરંતુ જૈન પરંપરા પાર્શ્વનાથની પહેલાંના ૨૪મા તીર્થંકર નેમિનાથને જ પાર્શ્વનાથના નિર્વાણ પહેલાં ૮૩,૭૫૦ વર્ષ પૂર્વે નિર્વાણું પામેલા કહીને, ઐતિહાસિક કાલમર્યાદાનું ઉલ્લંઘન કરી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy