________________
ઉપઘાત યોગ્ય વયે તે મશોદા નામની ક્ષત્રિયકુમારીને પરણ્યા, અને તેમને પ્રિયદર્શના નામની પુત્રી જન્મી. દિગંબરે મહાવીરસ્વામીના લગ્નની વાત નથી રવીકારતા. તેમની માન્યતા પ્રમાણે નાનપણથી જ તે વૈરાગ્યવાન હતા અને આઠ વર્ષની વયે તે જૈન શ્રાવકનાં બાર વતે તેમણે સ્વીકાર્યા હતાં.
શ્વેતાંબરે જણાવે છે કે, પિતાનામાં તીવ્ર વૈરાગ્ય હોવા છતાં, માતાપિતાના જીવનકાળ દરમ્યાન સંન્યાસ ન લેવાના સંકલ્પને કારણે તેમણે ૩૦ વર્ષ બાદ સંન્યાસ લીધે. દિગંબરો પણ ૩૦ મે વર્ષે તેમણે દીક્ષા લીધી એ બાબતમાં એકમત છે. પરંતુ તેઓ જણાવે છે કે, મહાવીરે માતાપિતાના જીવનકાળ દરમ્યાન જ સંસારત્યાગ કર્યો હતો.
જ્ઞાતવંશી ક્ષત્રિયો ત્યારથી ૨૫૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા પાર્શ્વનાથના સંપ્રદાયના અનુયાયીઓ હતા.
* (1) પાંચ અણુવ્રત: હિંસા, જૂઠ, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહને ત્યાગ.
(૨) ત્રણ ગુણવ્રત: પ્રવૃત્તિની દિશામાં મર્યાદિત કરવી, ઉપગપરિભેગના પ્રમાણને નિયમિત કરવું તથા નિરર્થક પાકિયાને ત્યાગ કર.
(૩) ચાર શિક્ષાત્રતા : અમુક કાળ પર્યત સ્થિર થઈ ધ્યાનમાં બેસવા રૂપી સામાયિક વ્રત, પ્રવૃત્તિઓના ક્ષેત્રને મર્યાદિત કરવા રૂપી દેશાવકાશિક વ્રત, આઠમ, ચૌદશ, પૂનમ અને અમાવાસ્યાને દિવસે ઉપવાસ કરી સાધુજીવન ગાળવારૂપી પિષધ વ્રત; અને શ્રમણ નિગ્રંથને જોઈતી વસ્તુઓ પૂરી પાડવા રૂપી અતિથિ-- સંવિભાગ બત.
6 મહાવીરની પૂર્વે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org