________________
૨૧
ઉપોદઘાત કે તેને હાથમાં લેવાની ના પાડે છે. ત્યારે તે તેમને કહી બતાવે છે કે, “વાહ! જેમ તમને દુઃખ અપ્રિય છે અને તમે દુ:ખથી બચવા ચાહે છે, તેમ બીજા પ્રાણીઓને પણ દુઃખ અપ્રિય છે અને તેઓ પણ તેનાથી બચવા ચાહે છે. માટે હવે જે જાણી જોઈને જીવહિંસા કરશે, તે જન્મજન્મ અનંત દુઃખ પામશે !”
બ્રાહ્મણુયુગમાં જે જ્ઞાન યજ્ઞના પુરહિતોમાં જ છાનું રહ્યું હતું તથા ઉપનિષદકાળમાં જે અરણ્યવાસી મુનિ અને તેના સેંકડે શિષ્યોમાંથી કોઈ લાયક અધિકારી પૂરતું જ નિયત રહ્યું હતું, તે તત્ત્વજ્ઞાન હવે આમપ્રજામાં ઘસડાઈ આવ્યું છે. અને તેના ફાયદા તેમજ ગેરફાયદા હવે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. અમુક અમુક નિયત મર્યાદાઓમાં જ સુંદર લાગતે ગમે તેવો મેટે સિદ્ધાંત પણ હવે સામાન્ય જનસમુદાય આગળ ખુલ્લામાં તપાસાય છે. પરિણામે, સામાન્ય બુદ્ધિ તેને જે અર્થ સમજી શકે અને સ્વીકારી શકે તે જ અર્થમાં તે સિદ્ધાંત રૂઢ થાય છે અને તેથી ગમે તેવા સારા સિદ્ધાંત પણ તેમની છેલ્લી હદે લઈ જવાતા આપણે જોઈ શકીએ છીએ. બીજી બાજુથી આડબરી છતાં ચતુર વાદીઓ પણ લેકેને વધારે ગૂંચવવામાં ઓછો ફાળો નથી આપી રહ્યા. બોલવામાં અમુક પ્રકારની ચાલાકી અને ધૃષ્ટતા, તથા આચારમાં તે જમાનામાં જ્ઞાનીનાં લક્ષણ તરીકે સ્વીકૃત થયેલાં કઠેર તપશ્ચર્યા અને બાહ્ય સંન્યાસ પોતાના જીવનમાં એક વાર દેખાડી બતાવે, એટલે તીર્થકર તરીકે સ્વીકારાતાં કાંઈ ભારે મુશ્કેલી નડે નહિ; અને એક વાર તીર્થકર તરીકે પ્રતિષ્ઠા મળી, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org