________________
ઉપોદઘાત
૩૭ સ્યાઃ “એમ પણ હોઈ શકે” એવું જ કથન સંભવી શકે. અમુક દષ્ટિબિંદુથી એટલે કે અમુક ધર્મની, કાળની કે ક્ષેત્રની અપેક્ષાએ કઈ વસ્તુને આપણે છે (ાસ્તિ) એમ પણ કહી શકીએ. તે જ પ્રમાણે અન્ય ધર્મની, ક્ષેત્રની કે કાળની અપેક્ષાએ તે “નથી' (ચત્રાત) એમ પણ કહી શકીએ. તથા વિવિધ દૃષ્ટિબિંદુઓ ઉપર અનુક્રમે ભાર મૂકી, તે “છે અને “નથી” (સ્થાતિ, ચાડ્યાતિ) એમ પણ કહી શકીએ. પરંતુ તે બંને વિરોધી પ્રયોગને ક્રમ વિના એક જ સાથે કોઈ પણ વસ્તુની બાબતમાં સમજવા જઈએ, તે તે વસ્તુ અવક્તવ્ય (ાવવતવ્ય) બની જાય. કારણ બને વિરોધી ધર્મો એક સાથે એક વસ્તુમાં ચિંતવી ક કહી શકાતા નથી. આમ એ ચારે પ્રકારેને વળી એક બીજા સાથે ભેળવતાં, બીજા નીચેના ત્રણ પ્રકારે નીકળી આવે. જેમકે અમુક દષ્ટિબિંદુથી વસ્તુને “છે” એમ પણ કહી શકાય અને પાછી અવક્તવ્ય પણ કહી શકાય (ચાત્રાહિત ચાટવવતચ); તથા, તે જ પ્રમાણે જુદાં જુદાં દષ્ટિબિંદુથી તે “છે, તે “નથી” અને તે “અવક્તવ્ય” છે એમ પણ કહી શકાય. (ચારિત, ચાનાસ્તિ, સ્થાવત ).૧
લેકે વસ્તુના અમુક ધર્મો ઉપર જ ભાર મૂકવા જાય છે અને બીજા ધર્મો ઉપર દુર્લક્ષ કરી. એકાંતિક કથન કરવા જાય છે, તેથી વિવિધ વિરોધમાં સપડાઈ છેવટે અજ્ઞાનવાદ ઉપર આવીને ઊભા રહે છે. પરંતુ તેમ ન કરતાં,
૧. જેકેબી આ વિષે ટીકા કરતાં જણાવે છે કે, જે કેઈ વિરોધી વાદીને ચૂપ કરવો ન હોય, તો કેઈપણ તત્ત્વવિચારક આવી સામાન્ય વાત આટલા આડંબરથી રજૂ કરવાની જરૂર દેખી શકે ખરા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org