________________
૩૬ મહાવીરસ્વામીને સંયમ ધર્મ આવો. બાણ વાગ્યું હોય ત્યારે તેમાં પીંછાં કેટલાં છે અથવા તે કયા પક્ષીનાં છે એવી નકામી ચિંતામાં પડનાર મૂર્ખ છે. ખરી જરૂર બાણ વાગ્યું છે તે જાણવાની અને તેને કાઢી નાખવાની છે!”
સબળ લેકોના હાથમાં એક ઉપયોગી સાધનની ગરજ સારી શકે તે એ વાદ, પરંતુ, નિર્બળ, થાકેલા અથવા સુખેશી લોકોના હાથમાં એક વિનાશક સાધન થઈ પડે. કારણ તેના આશરા હેઠળ, મનુષ્યજીવનના અંતિમ પ્રશ્નોની ટેકણી બુટ્ટી કરી, નિત્યપ્રાપ્ત ઐહિક જીવનમાં તથા તેનાં સુખમાં જ મગ્ન રહેવાની સગવડ ગમે તેને મળી જાય. અને કાંઇક તેવું જ પરિણામ તે જમાનામાં આવવા પણ લાગ્યું હતું. એક વાર એવું બન્યું, એટલે ફરી તત્ત્વજિજ્ઞાસા અને આચારને તેમને યોગ્ય સ્થાને સ્થાપી આપવાં એ ઘણું મુશ્કેલ બની જાય. તેમ કરતા પહેલાં, પ્રથમ લેકોના હાથમાં આવી પડેલું તે હથિયાર જ નકામું કરી નાખવું જોઈએ. તે કામ મહાવીરે સ્યાદ્વાદથી પાર પાડયું. સંજય કહેતો કે, કોઈ પણ વસ્તુ વિષે “તે છે ” એમ પણ ન કહી શકાય કે “તે નથી' એમ પણ ન કહી શકાય. કે “તે છે અને નથી” એમ પણ ન કહી શકાય. મહાવીર ભગવાને જણાવ્યું, અલબત, દરેક વસ્તુ અનંત ધર્મી યુક્ત હોવાથી, તેના કોઈ પણ અમુક ધર્મ ઉપર ભાર મૂકી, તેને વિષે નિરપેક્ષ કથન કરવા જઈએ, તે તેનાથી વિરુદ્ધ એવું કથન પણ એ રીતે અમુક દૃષ્ટિબિંદુથી કરી શકાય; અને એમ થતાં અજ્ઞાનવાદ આવીને ઊભો રહે. પરંતુ એમ કરવું એ જ ખોટું છે. અનંત ધર્મો યુક્ત વસ્તુ માટે, અમુક ધર્મની અપેક્ષાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org