________________
ઉદઘાત
૫ ૫. સંજય બેલટ્રીપુર : સંજય બુદ્ધને સમકાલીન નહતો. તે પણ પરિવ્રાજક હિઈ તીર્થંકર તરીકે પ્રસિદ્ધ હતો. બુદ્ધના મુખ્ય શિષ્યો સારિપુર અને મોગલાન પ્રથમ સંજયના અનુયાયીઓ હતા એમ જણાવવામાં આવે છે. સંજયના ઉપદેશનું વલણ વિક્ષેપવાદી કે અજ્ઞાનવાદીનું હતું. તે કહેતો ક, ““શું પરલોક છે ?' એમ મને પૂછવામાં આવે તો,
પરલેક છે' એમ મને લાગે છે, પરલેક છે” એમ હું કહીશ. પરંતુ મને એમ પણ નથી લાગતું અને તેમ પણ નથી લાગતું. આ બંનેથી ભિન્ન એવું પણ નથી લાગતું. નથી' એમ પણ કાંઈ લાગતું નથી અને “નથી એમ નથી એમ પણ લાગતું નથી. એ જ પ્રમાણે ઔપપાતિક પ્રાણીઓ સારાં અને ખાટાં કર્મોનું ફળ તથા તથાગત મરણ પછી રહે છે કે નહિ એ બાબતનું પણ સમજવું. ”
સૂત્રકૃતાંગમાં અજ્ઞાનવાદીનું વર્ણન ૧. ૬. ૨૭; ૧. ૧૨ ૧– ૨; ૨. ૨. ૭૬ માં આવે છે.
આ અજ્ઞાનવાદ મનુષ્યોને ઇન્દ્રિયાતીત વસ્તુઓની વ્યર્થ ચર્ચાઓમાંથી પાછી મનુષ્યજીવનને લગતી સીધી વાતમાં ઠેકાણે લાવવા ઘણો ઉપયોગી થઈ પડે. બુદ્ધ પણ પિતાને એવા અંતિમ પ્રશ્નોની બાબતોમાં કોઈ પૂછે ત્યારે કહેતા કે, “તે વિષે હું કાંઈ કહી શકું તેમ છું એમ મેં કદી કેઈ ને કહ્યું નથી. તમને જગતમાં દુઃખ દેખાતું હોય અને તેમાંથી નીકળવાનો માર્ગ જોઈતું હોય, તે મારી પાસે
૧. ગર્ભવાસ પામ્યા વિના જ પરલોકમાં જન્મનાર દેવ નારકિ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org