________________
૩૪.
મહાવીરસ્વામીને સંયમ ધર્મ આ સંસારનાં સુખદુઃખ પરિમિત, પાલીથી માપી શકાય એ રીતે ઠરાવેલાં (નિયત) છે. અને તે કમીજાસ્તી અથવા વત્તાઓછાં કરાવી શકાય તેમ નથી. જે પ્રમાણે સૂતરને દડે ફેંકતા તે ઊકલી રહે ત્યાં સુધી જ જાય, તેમ ડાહ્યા અને મૂર્ખના દુઃખનો (સંસારના) ફેરામાં ગયા પછી જ નાશ થશે.”
બૌદ્ધગ્રંથોમાં એના સિદ્ધાંતને સંસારશુદ્ધિવાદ કહ્યો છે. તે હાથમાં “મસ્કર' એટલે દંડ ધારણ કરતા હોવાથી (એકદંડી) મશ્કરી ગોસાલ કહેવાય છે. તેનું સાલ નામ પડવાનું કારણ એમ બતાવવામાં આવે છે કે, તે ગૌશાળામાં જન્મ્યા હતા. ગેસલ મહાવીરનો સમકાલીન હતું તેમજ તે બંને છ વર્ષ સાથે રહ્યા હતા; એ ઉપરથી જૈન સૂત્રોમાં તેના વિષે વધુ માહિતી મળવી જોઈએ એમ સહેજે લાગ્યા વિના ન રહે. તે પ્રમાણે ભગવતીસૂત્ર, ઉપાસકદશા, સૂત્રકૃતાંગ વગેરેમાં ગેસલના વિસ્તૃત કે ટૂંકા ઉલ્લેબ મળે પણ છે. પરંતુ તે બધે ઠેકાણે તેને ચારિત્ર્યભ્રષ્ટ તેમજ મહાવીરને એક વખતને શિષ્ય ઠરાવવા એટલા બધા પ્રયત્ન કરેલા માલૂમ પડે છે કે, દેખીતી રીતે જ તે ઉલ્લેખ ઉપર બહુ આધાર ન રાખવાનું મન થઈ જાય છે. વિરોધીઓના ઉલ્લેખો ઉપરથી નિષ્પક્ષપાત દષ્ટિએ ગેસાના સિદ્ધાંતને શક્ય તેટલી સારી રીતે રજૂ કરવાનો પ્રયત્ન વેણીમાધવ બરુઆએ પિતાના પુસ્તકમાં કર્યો છે.
૧. પ્રીબુદ્ધિસ્ટીક ઇડિયન ફિલોસેફી પા. ૨૯–૩૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org