________________
ઉપઘાત
૩૧ અછત વાળનો બનાવેલો કામળે જ એઢતો તેથી તે કેશકુંબલી કહેવાતું. બૌદ્ધ ગ્રંથોમાં તેના વાદને ઉચછેદવાદ કહ્યો છે.
૪, મખલિ સાલ : આ એક તે સમયની ધ્યાન ખેંચે તેવી વ્યક્તિ છે. તે આજીવિક સંપ્રદાયનો ત્રીજો અને છેલ્લે તીર્થકર કહેવાય છે. વિરોધીઓએ તેનું જે રીતે વર્ણન કર્યું છે, તે રીતે જોતાં તે માણસ શી રીતે પિતાને પંથ ફેલાવી શક્યો એ જ નવાઈ લાગે છે. કારણ કે તેના સિદ્ધાંત પ્રમાણે માણસમાં સારું અથવા બેટું કાંઈ જ કરવાનું બળ, વીર્ય, પુરુષકાર કે પરાક્રમ જ નથી. ઉપાસકદશાસૂત્રમાં તે ગોસાલના અનુયાયી એક કુંભારને ભગવાન મહાવીરે માત્ર એટલી જ દલીલ કરીને સમજાવી દીધું છે કે, જે માણસમાં કશું જ કરવાનું બળ, વીર્ય ઈત્યાદિ ન હોય, તો કોઈ માણસ આવી આ તારાં વાસણ ચોરી જાય કે ભાગી નાખે અથવા આ તારી પ્રિય સ્ત્રી સાથે વ્યભિચાર કરે, તો તારે તેની સાથે ઝઘડવા ન બેસવું. કારણ તારે મને માણસમાં ચોરી કરવાનું, વ્યભિચાર કરવાનું... કે કાંઈ પણ કરવાનું બળ જ નથી!
અને છતાં અશોક રાજાના શિલાલેખમાં ત્રણ વખત આજીવિક સંપ્રદાયનો માનપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે તથા તેના પૌત્ર દશરથે તેમને માટે રહેવાની ગુફાઓ ભેટ આપી છે. વિરોધીઓ પણ એટલું તે કબૂલ કરે છે કે, તે લકે અચેલક (નગ્નાવસ્થામાં રહેનારા ) તપસ્વીઓ હતા; સર્વ વસ્તુઓમાં જીવ રહ્યો છે માટે તેમને ઈજા ન થાય એવી રીતે ચાલવું એમ માનતા; તથા સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org