________________
૩૦
મહાવીર સ્વામીને સંયમધર્મ પણ એકમત ન થઈ શકતા હોય, તેવે સમયે નકામી તાત્વિક ચર્ચાઓમાંથી પાછા ફરી, પ્રત્યક્ષ દેખાતા પદાર્થોમાં સામાન્ય બુદ્ધિ સમજી શકે તેવી રીતે ભૌતિક જીવન જીવવાને ઉપદેશ આપનાર તીર્થકરનું સ્થાન પામે જ.
અછતને સિદ્ધાંત આ પ્રમાણે હતોઃ
દાન, યજ્ઞ, હેમ વગેરે કાંઈ પણ નથી. સારા ખોટા કર્મનું ફળ અથવા પરિણામ પણ નથી. આ લેક, પરલેક માતાપિતા કે દેવો નારકીઓ વગેરે પારલૌકિક નિઓ પણ નથી. આ લેક અને પરલોકને જાણી અને બરાબર ઓળખી, બીજાને શીખવનારા, સર્વજ્ઞ અને સાચે માર્ગે જ જનારા શ્રમણ કે બ્રાહ્મણે આ જગતમાં નથી. મનુષ્ય ચાર ભૂતનો બનેલો છે. જ્યારે તે મરે છે ત્યારે તેનામાંથી પૃથ્વી ધાતુ પૃથ્વીમાં, આ ધાતુ પાણમાં, તેજે ધાતુ તેજમાં અને વાયુધાતુ વાયુમાં જઈ મળે છે અને ઈન્દ્રિયો આકાશમાં જાય છે. મરેલા માણસને ચાર પુરુષે ઠાઠડીમાં નાખી, રસ્તામાં તેના ગુણ ગાતા ગાતા સ્મશાનમાં લઈ જાય છે. ત્યાં ભૂખરા રંગનાં હાડકાં પડી રહે છે અને તેણે કરેલા યજ્ઞ, હામ અને આહુતિઓ રાખડીરૂપે બાકી રહે છે! દાન, (હેમ ની આ બેવકૂફી મૂર્ખ માણસોએ શોધી કાઢી છે. જે કોઈ આસ્તિકવાદનું પ્રતિપાદન કરે છે, તેનું કહેલું તદ્દન ખોટું અને નકામી બડબડ છે. ડાહ્યા અને મૂર્ખ બંનેને શરીર જુદું પડ્યા પછી ઉચ્છેદ અને વિનાશ થાય છે. મરણ પછી તેમનું કાંઈ બચતું નથી.”
૧. બરાબર આવા જ શબ્દો સૂત્રકૃતાંગ ૨. ૯ માં આવે છે. ૨. સૂત્રકૃતાંગ ૧. ૧. ૧૧ – ૨ માં આવા જ શબ્દો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org