________________
ર૭.
ઉપઘાત બદ્ધ ગ્રંથમાં તેમના સિદ્ધાંતનું જે વર્ણન મળે છે તે અહીં ઉતારવામાં આવ્યું છે. સૂત્રકૃતાંગમાં નામ દીધા વિના તેમના જ સિદ્ધાંતોને ઉલેખ થયેલ છે એ વાચક તરત જોઈ શકશે.
૧. પૂરણકમ્સપ: તેનો સિદ્ધાંત આ પ્રમાણે વર્ણવવામાં આવ્યો છે:
કોઈએ કાંઈ કર્યું હોય અથવા કરાવ્યું હોય, કાપ્યું હોય અથવા કપાવ્યું હોય, ત્રાસ આપે હોય અથવા અપાવ્યો હોય, પોતે શાક કર્યો હોય, પિતાને ત્રાસ થયે હોય અથવા બીજાને અપાવ્યો હોય, પોતે બી હોય અથવા બીજાને બીવરાવ્યો હોય, પ્રાણીને વધ કર્યો હોય ચોરી કરી હોય, ઘર ફાડયું હોય, ધાડ પાડી હોય, એકાદ ઘરમાંથી કાંઈ ચેર્યું હોય અથવા વાટમાં લૂંટ કરી હોય અથવા વ્યભિચાર કર્યો હોય, કે જૂઠું બોલ્યો હોય, તે પણ તેને પાપ લાગતું નથી. તીક્ષ્ણ ધારવાળા શસ્ત્રથી જે કઈ પૃથ્વી ઉપર માંસની એક હાર અથવા ઢગલે કરે, તે તેમાં મુદ્દલ પાપ નથી. ગંગા નદીના દક્ષિણ તીર ઉપર જઈ કઈ મારામારી કરે, કાપે અથવા કપાવે કે ત્રાસ આપે અથવા અપાવે તો પણ તેમાં મુદ્દલ પાપ લાગતું નથી. અથવા ગંગા નદીના ઉત્તર કિનારા ઉપર જઈ કોઈ દાન દે અથવા દેવરાવે, યજ્ઞ કરે અથવા કરાવે, તે તેથી જરા પણ પુણ્ય થતું નથી. દાન, ધર્મ, સંયમ, સત્ય ભાષણ એ બધાથી કાંઈ જ પુણ્ય થતું નથી. એમાં જરા પણ પુણ્ય નથી.”
૧ આ તેમજ હવે પછી મૂકેલા બીજા વાદીઓના સિદ્ધાંતોના ઉતારા અધ્યાપક ધર્માનંદ કસુંબીના પુરાતત્ત્વ પુ. ૨ માં પ્રસિદ્ધ થયેલા લેખમાંથી લીધા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org