________________
ઉપાઘાત
૨૨૫) વગેરે ગ્રંથામાં મળી આવે છે. શ્વેતાશ્વતર
'ઉપનિષદમાં ( ૧. ૨. ૪; ૬. ૧૪. ૧૬ ) તેનું ખંડન કરેલું છે. ઉપરાંત પછીના જાતકપ્રથામાં ( નં. ૨૪૫), અશ્વધાના સૌદરાનઃ કાવ્યમાં ( ૧૬,
૧૭ )
તથા
સાંખ્યસૂત્રમાં ( ૧. ૧૨ ) તેનું ખંડન છે. પરંતુ મહાવીર તેમજ મુદ્દે તે વાદનેા નામ દઈ તે ઉલ્લેખ કર્યો નથી, કે ખ ́ડન કર્યુ” નથી. શીલાંકાચાર્યે આચારાંગસૂત્રની ટીકામાં શ્વરવાદ, આત્મવાદ, નિયતિવાદ, સ્વભાવવાદ અને યદચ્છાવાદની સાથે કાલવાદને અક્રિયાવાદમાં સમાવી દીધા છે; કારણ તે વાદ પણ અંધ – મેાક્ષ, સુખદુઃખ વગેરેનું કારણ કાલને જ માનતા હાઈ એક પ્રકારના અક્રિયાવાદ જ છે. અક્રિયાવાદ એટલે કર્મની જવાબદારી તેમજ ફળમાં ન માનનારા વાદ.
<
શ્વરવાદ, આત્મવાદ, પુરુષવાદ વગેરે વાદા ઉપનિષદે માં સુપ્રસિદ્ધ છે. તે વાતે અક્રિયાવાદમાં સમાવવાનું કારણ એ લાગે છે કે, કૌશી॰ ૩–૯ વગેરેમાં આવેલા C સાધુ ારચત, एष असाधु कारयति, ઈશ્વર માણસ પાસે સારાં કર્માં કરાવે છે, તથા ખેાટાં કરાવે છે' વગેરે સિદ્ધાંતા, તેમજ આત્મા નિષ્ક્રિય છે, તેને પાપપુણ્યને લેપ થતા નથી વગેરે સિદ્ધાંતા છેલ્લી હદે લઈ જવામાં આવે, તેા અક્રિયાવાદ જ આવીને ઊભા રહે છે.
સાંખ્ય સિદ્ધાંતમાં પણ પ્રકૃતિને જ બધી ક્રિયાનું મૂળ માનેલી છે અને પુરુષને નિર્ગુણ તથા નિલેપ માતેલા છે; એટલે તેની વિકૃતિમાંથી પણ અક્રિયાવાદ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org