________________
૨૩
ઉપઘાત ઉપનિષદે અને જૈન તથા બૌદ્ધ ધર્મના ઉદયના વચગાળામાં જે સમય ગયો છે તેની કલ્પના ઉપરથી જ આપણે મહાવીર ભગવાન તેમજ બુદ્ધ ભગવાનની સેવાની સાચી કિંમત આંકી શકીએ તેમ છીએ. વિચાર અને આચારની એ અવ્યવસ્થા અને અરાજકતામાંથી વ્યવસ્થા અને ધૈર્યનાં તો નિર્માણ કરવાં એ કેટલું અગત્યનું અને અઘરું કામ હતું, તથા તે કામ સફળતાથી પાર પાડીને તે બંને મહાપુરુષોએ આર્ય પ્રજાને કેટલી આભારી કરી છે, તેને ખ્યાલ આપણે ત્યારે જ બાંધી શકીએ.
એ સમયની માહિતી આપણને મુખ્યત્વે કરીને નીચેનાં સ્થળોએ મળે છે?
(૧) સૂત્રકૃતાંગ, આચારાંગ, ભગવતી સૂત્ર અને નંદી સૂત્ર જેવા જૈન આગમ ગ્રંથે. તેઓમાં ઠેકઠેકાણે ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ, એ ચાર મથાળાં હેઠળ (૧૮૦ + ૮૪ + ૬૭ + ૩૩) ૩૬૩ જુદા જુદા વાદે અથવા દર્શને તે સમયમાં હતાં એવા ઉલ્લેખ મળે છે.
(૨) તેટલું જ સમકાલીન તેમજ તેનાથી તક્ત સ્વતંત્ર એવું બીજું સ્થળ તે બૌદ્ધ ગ્રંથે છે. જેમકે દીઘનિકાયના બ્રહ્મજાલ સૂત્રમાં બુદ્ધ ભગવાનના સમયમાં ૬ર અબૌદ્ધ વાદ પ્રચલિત હતા એમ જણાવવામાં આવ્યું છે. તેમની વિગતે અને તેમના પ્રવર્તકેમાંથી ઘણાનાં નામ જૈન ગ્રંથમાંથી મળી આવતી માહિતીને ઘણી વાર મળતાં આવે છે. જે કે જૈન અને બૌદ્ધ ગણનાઓમાં તે વાદેની સંખ્યા જે રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org