________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ થતે દેખાય છે. યજ્ઞવિધિઓ “અદઢ હોડીઓ” કરે છે અને વેદ “અપરા વિદ્યા” બની જાય છે, અને “પુત્ર વગેરે આ લેકનું અમારે શું કામ છે, અમારે તે અમરલેક જોઈએ છે, ” એવી બૂમ ચારે બાજુ ઊઠે છે.
ઉપનિષદયુગની મુખ્ય શોધ એવું કાંઈક જાણવાની છે કે, જે જાણવાથી બધું જણાઈ જાય. ન વિજ્ઞાતે સર્વ વિજ્ઞાત મતિ (મું. ૧. ૧. ૩). તે વખતના જિજ્ઞાસુઓ પૂછે છે કે, એવી કઈ વસ્તુ છે કે “જેમાંથી આ બધું ઉત્પન્ન થાય છે, જેને આધારે ટકી રહે છે તથા જેમાં પાછું સમાઈ જાય છે. ” ( છો. ૩. ૧૪. ૧) તેમને એવું પદ જોઈએ છે કે જે “પાપરહિત, જનારહિત, મૃત્યુરહિત, શંકરહિત, સુધારહિત, તૃષારહિત, સત્યકામ તથા સત્યસંકલ્પ, હેય, અને જેને જાણવાથી સર્વ લોકો અને સર્વ કામે પ્રાપ્ત થાય,' (છો. અ. ૮. નં. ૭. ૧૨-૧૫) જેને જાણવાથી શોકમાત્રને તરી જવાય ( છ. અ. ૭. ખ. ૧. ૩)
ઉપનિષદમાં આપણે પાને પાને સ્ત્રી અને પુરુષ, રાજા અને રંક, બ્રાહ્મણ અને શુદ્ર એમ બધાંને એ જ્ઞાન પ્રાપ્ત કરવા એક ઠેકાણેથી બીજે ઠેકાણે કે એક જ્ઞાની પાસેથી બીજા જ્ઞાની પાસે દેડતાં જોઈએ છીએ. કઈ એકાદ તત્ત્વના સાક્ષાત્કાર માટે કે એકાદ મૂંઝવણના ઉકેલ માટે ગુરુ કહે તે પ્રમાણે પચીસ પચીસ વર્ષ તપશ્ચર્યા કરવી, કે તેના ઘરમાં તેનાં બધાં સામાન્ય કામ કરતા રહેવું, અને તેને અંતે પણ બધી મુશ્કેલીઓને અંત ન આવતાં ગુરુ પાસે ફરી બીજા પચીસ વર્ષની તપશ્ચર્યા પામવી – એવા અનેક દાખલાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org