________________
૧૭
ઉપદુધાત બીજું જોવા વિચારવાનું જ છોડી દે એવી વસ્તુસ્થિતિ ઊભી થવા માટે તે પરજાતિસંઘર્ષણને કે સંસર્ગને વિકટ કાળ કલ્પવો જ જોઈએ.
પરંતુ એ બધું જ્યાં સુધી આખી પ્રજા કઈ કટોકટીની સ્થિતિમાંથી પસાર થતી હોય ત્યાં સુધી જ ચાલે. જેમ જેમ નવી વસ્તુસ્થિતિ સહજ બનતી જાય અને પ્રજા તે મુજબ ગોઠવાઈ જાય, તેમ તેમ મનુષ્યજીવનના સ્વભાવિક પ્રશ્નો પિતાને જવાબ બમણા જોરથી માગવા માંડે જ. અને સમાજધુરીણેએ ઠરાવેલ સમાજધર્મના શ્રદ્ધાયુક્ત પાલનમાં જ મનુષ્યજીવનની ઇતિક વ્યતા દેખાતી બંધ થાય.
પરિણામે આરણ્યક યુગમાં લેકે યજ્ઞ અને સમાજને (અથવા તે બંનેને એકત્રિત કરનાર એક શબ્દ “અગ્નિ” ને) છોડી એકાંત જંગલમાં જઈ ઉપાસના અને તપસ્યાનું જીવન ગાળવા જતા માલૂમ પડે છે. એ બધું બ્રાહ્મણ યુગના કર્મકાંડમાંથી સ્વાભાવિક રીતે નીકળી આવતું હોય એમ લાગતું નથી. જ્યાં સુધી માણસને પ્રચલિત વિધાનમાં અશ્રદ્ધા પેદા ન થાય, અથવા તેમનાથી સધાતા લક્ષ્યથી કૃતકૃત્યતા પ્રાપ્ત થતી ન લાગે, ત્યાં સુધી માણસ અગ્નિહોત્ર છોડી અરણ્યમાં ન જાય. અને એક વાર એમ બનવા માંડયું એટલે પછી, ચાર આશ્રમ વગેરેની વ્યવસ્થાથી તે વસ્તુસ્થિતિને અમુક અંશે સ્વીકારી લઈ, તેની ગતિ થોડા વખત ભલે ધીમી કરી શકાય, પરંતુ અંતે અધૂરા ઠરેલા યજ્ઞવિધિઓ ઊડી ગયા વિના ન રહે.
પરિણામે, ઉપનિષદકાળમાં આપણને આ યજ્ઞવિધિઓ અને “પુત્રમય’ તથા વિત્તમય જીવનને ચેખો વિરોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org