________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ જાતિઓ સાથે થયેલા વિરોધના જે ઉલ્લેખ ઠેકઠેકાણે મળી આવે છે. તે ઉપરથી એવું સૂચિત થાય છે કે, બીજી જાતિઓ સાથેના સંસર્ગ અને તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનું એ પરિણામ હોવું જોઈએ. બ્રાહ્મણગ્રંથમાં સર્વત્ર આપણને એક જ વસ્તુ તીવ્રતા અને સચોટતા સાથે વારંવાર રજૂ થતી માલૂમ પડે છે અને તે એ કે, અસુરોના યજ્ઞ, અસુરોના વિધિઓ અને અસુરોની ક્રિયાઓને બદલે દેવના યજ્ઞો, દેવોના વિધિઓ અને દેવેની ક્રિયાઓ સ્થાપવી. તે અસુરે બીજા કેઈ નહિ પણ આર્યોના જેવા જ “પ્રજાપતિના પુ’ કે જેઓ આની પહેલાં આર્યાવર્ત માં આવીને વસેલા હશે, તે જ હેવી જોઈએ એવી વિદ્વાનો કલ્પના કરે છે. તે અસુરની મેલી વિદ્યાઓ અને તેટલી જ મેલી ક્રિયાઓએ આર્ય પ્રજાના મોટા ભાગને આકર્ષવાની શરૂઆત કરી હશે. તે વખતે બ્રાહ્મણયુગના નેતાઓને તેવા જ પરંતુ કોઈકે શુદ્ધ સાધને, કાંઈક શુદ્ધ ભાવનાઓ અને કાંઈકે શુદ્ધ ઉદ્દેશો વાળા વિધિઓ પ્રચલિત કરી, આર્ય પ્રજાની સંસર્ગજનિત અધોગતિ રોકવા પ્રયત્ન કરવો પડ્યો હશે. આમ કરવા જતાં તેમને પિતાનું સારું એવું ઘણું છોડવું પડયું હશે અને હલકું ઘણું સ્વીકારવું પડયું હશે અથવા નવું ઊભું કરવું પડ્યું હશે. તથા સાથે સાથે સમાજની વ્યક્તિઓની ઘણું પ્રકારની સ્વતંત્રતા નિયંત્રિત કરી દેવી પડી હશે. આ સિવાય બીજી કોઈ કલ્પનાથી એ યુગની જટિલતાને ઉકેલ મળી શકતા નથી, એક આખી પ્રજા સ્વેચ્છાથી એવા જટિલ વિધિઓ અને ક્રિયાકાંડને જ સર્વસ્વ માની તેમાં બંધાઈ જાય તથા અમુક ખાસ વર્ગ પ્રવર્તાવેલા જટિલ અને ગૂઢ ક્રિયાકાંડોને જ અનુસરવામાં પોતાની ઈતિકર્તવ્યતા માની બેસી, તેથી બહાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org