________________
૧૫
ઉદઘાત ચોમાસાની વનસ્પતિની પેઠે ફૂટી નીકળેલા અનેક વાદ સામે હુમલે કરી, તેમણે તેમને ઉચ્છેદ કરી નાખે છે ખરા. અલબત્ત, તેમના તે સપાટામાંથી બ્રાહ્મણધર્મનાંય કેટલાંક અનિષ્ટ અંગે બચી ગયાં નથી, પરંતુ તે અંગેનો વિરોધ બ્રાહ્મણધર્મમાં જ ઓછો નથી થયો. યજ્ઞોનો વિરોધ ઉપનિષદેએ જ કયાં નથી કર્યો ? વેદોને અપરા વિદ્યા કહેનાર ઉપનિષદ જ છે ને ? પરંતુ એ બધી ચર્ચામાં ઊતરવા કરતાં આપણે તે વખતના ટૂંક ઇતિહાસ તરફ જ વળીએ.
વેદકાળ છેડોને આપણે ઉપનિષદકાળમાં પ્રવેશ કરીએ છીએ કે તરત આપણને એક મોટામાં મેટે ફેર એ માલૂમ પડે છે કે, માણસની શોધનું કેંદ્ર, બાહ્ય જગત અને તેના નિયંતા મટીને આંતર જગત અને તેને પ્રેરક બન્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, “કયા દેવને હરિ વડે પૂજીએ,” એ પ્રશ્નને બદલે, “કાનાં પ્રેયી આ આંખ, કાન, મન વગેરે ડે છે એ પ્રશ્ન મુખ્ય બન્યો છે.
પરંતુ આ બેની વચ્ચે આ બ્રાહ્મણયુગ અને આરણ્યકયુગ આવી જાય છે. નિર્મળ ભક્તિ અને ઉલ્લાસથી પરિપૂર્ણ વેદકાળ પછી યજ્ઞયાગ અને તેમના જટિલ વિધિઓમાં પર્યાપ્ત થતે બ્રાહ્મણયુગ શી રીતે આવ્યા તે વિષે માત્ર કપનાઓ જ કરવાની રહે છે. એમ તે, ત્રસ્વેદનાં સુકની સાથે સાથે અથર્વવેદનાં મારણ, જારણ, કામણું અને ઉચ્ચાટન કયાંથી આવ્યાં એ પણ એ જ પ્રશ્ન છે. વિદ્વાને એવી કલ્પના કરે છે કે વેદમાં આને બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org