________________
મહાવીર સ્વામીને સંયમધમ છે એ સમાધિમાર્ગ, તે તેમને સંભળાવ્યો શી રીતે ફળીભૂત થશે એવું જાણી ગ્રંથકાર કહે છે :
આવો માર્ગને ત્યાગ કરી કેટલાક શ્રમણબ્રાહ્મણ અજાણપણે, વગર વિચાર્યું. અન્યથા પ્રકારે માર્ગ કહે છે . . . તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે . . . ત્યાર પછી . . . યથાર્થ અભિપ્રાયને બોધ કરી, “યથાર્થ માર્ગ વિના છૂટકે નથી, ગર્ભપણું ટળે નહિ, જન્મ ટળે નહિ, મરણ ટળે નહિ, દુઃખ ટળે નહિ,' એવો વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી ... અનુક્રમે . .. ઉપશમ કલ્યાણ – આત્માથે બળે છે. તે લક્ષમાં રાખી વાંચન શ્રવણ ઘટે છે.”
આમ એક બાજુ સૂત્રકૃતાગમાં મોક્ષાર્થ પ્રતિપાદિત કર્યો છે અને બીજી બાજુ તે બાબતમાં બીજા વાદીઓ પિતપોતાની ભિન્ન ભિન્ન મતિ -રુચિ અનુસાર જે વાદ બાંધે છે તેનું વર્ણન કર્યું છે. ન મેક્ષાર્થ નિરૂપતા ગ્રંથમાં આટલા બધા વાદીઓને મેળો – સમવસરણ’– શા માટે એકઠા કરી નોંઓ હશે તેવો પ્રશ્ન કદાચ અત્યારે આપણને ઊભું થાય. પરંતુ મહાવીર સ્વામીના જમાના તરફ સહેજ દષ્ટિ કરીએ અને તે વખતે વિચાર અને આચારની અરાજકતાએ જે ઘમસાણ મચાવી મૂક્યું હતું તે જોઈએ, તે તરત દેખાઈ આવશે કે મહાવીર સ્વામીને મુખ્ય પ્રયત્ન જ તે અરાજકતા અને તેને પરિણામે વ્યાપેલી ઘેર હિંસામાંથી તત્વજ્ઞાન, ધર્મ અને સમાજને બચાવી લેવાનો હતે. સામાન્ય રીતે જૈન તેમજ બૌદ્ધ ધર્મોને હિંદુધર્મ સામેના બળવારૂપે વર્ણવવામાં આવે છે. પરંતુ તે વાત સાચી નથી. તેમણે કોઈની સામે બંડ ઉઠાવ્યું નથી; હા, ચારે બાજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org