________________
૧૩
ઉપોદઘાત સૂત્રમાં જેન સિદ્ધાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉપરાંત બીજા વાદીઓના સિદ્ધાંતો તેમજ જીવઅજીવ, લેકઅલક, પુણ્ય પાપ, આત્રિવસંવર, નિર્જરા, બંધ અને મેક્ષ પદાર્થનું પણ વર્ણન કર્યું છે . . .”
શ્રીમદ્ રાજચંદ્ર તેના વિષયને પિતાની પ્રાસાદિક ભાષામાં ટૂંકમાં આ પ્રમાણે વર્ણવી બતાવે છે:
આ કર્મરૂપી જે કલેશ છવને પ્રાપ્ત થયો છે તે કેમ તૂટે ? એ પ્રશ્ન ઉદભવ કરી, “બોધ પામવાથી તૂટે' એવું એ સૂત્રકૃતાંગનું પ્રથમ વાક્ય છે .. . તે બંધન શું અને શું જાણવાથી તે તૂટે એ બીજો પ્રશ્ન ત્યાં. સંભવે છે અને, તે બંધન વરસ્વામીએ કેવા પ્રકારનું કહ્યું છે' એ વાક્યથી એ પ્રશ્ન મૂક્યો છે. અર્થાત . . . પ્રશ્નમાં તે (વીરસ્વામી) શબ્દ મૂકી ગ્રંથકાર એમ કહે છે કે, આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું કહેલું તમને કહીશું. કેમકે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા ઈચ્છનારને માટે આત્મસ્વરૂપ પુરુષ જ અત્યંત વિશ્વાસ કરવા લાયક છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે, તે ફરીફરી વિચારવા ચોગ્ય છે . . .
આ જે સમાધિમાર્ગ છે તે આત્માના નિશ્ચય વિના ઘટે નહિ. અને જગતવાસી જીવે અજ્ઞાની ઉપદેશથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાને યથાર્થ પણે નિશ્ચય કર્યો છે. તે નિશ્ચયને ભંગ થયા વિના, તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના, અમે જે અનુભવ્ય
(૧) મૂળમાંનાં જાતિ, વચન, પ્રત્યય વગેરે બદલ્યાં છે. અનુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org