________________
૨૪૦
મહાવીર સ્વામીને સંચમધમ
ટિપ્પણે ટિપ્પણ નં૦ ૧: ગૌતમ ઇદ્રભૂતિ એ મહાવીરના મુખ્ય શિષ્ય. હતા તથા તેમના અગિયાર ગણધરોમાંના એક હતા. તે પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ વસુભૂતિ અને માતાનું નામ પૃથિવી હતું. તે ઈ. સ. પૂ. ૬૦૭ માં રાજગૃહ નજીક ગોમ્બર ગામમાં જન્મ્યા હતા. તે પિતે વેદવિદ્ અધ્યાપક હતા અને તેમનું શિષ્યવૃંદ મોટું હતું. તે મહાવીરના અનુયાયી કેવી રીતે થયા તેનું વર્ણન આ ગ્રંથના. ઉપઘાતની શરૂઆતમાં આપેલું છે. પરંતુ એક વાર જૈન થયા બાદ તેમનો મહાવીર સ્વામી પ્રત્યે અનુરાગ સૌથી ઉત્કટ હતો. તે અનુરાગ જ તેમને અંતિમ કેવળજ્ઞાન પ્રાપ્ત થવામાં આડે આવતા હતો. આથી ભગવાન મહાવીરે તેમને પોતાનાથી દૂર એકલા તપશ્ચર્યા કરવા મોકલી દીધા. જે રીતે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તે દિવસે જ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. એટલે ગુરુશિષ્ય ફરી ભેગા થઈ શક્યા નહી. આ સૂત્રમાં જ તેમને ભગવાન તરીકે ઉલ્લેખ્યા છે, એ ઉપરથી સંઘમાં તેમનું સ્થાન કેટલું ઊંચું હશે તે દેખાઈ આવે છે.
ટિપ્પણ નં. ૨ઃ પાશ્વનાથને ધમ ચાતુર્યામિક કહેવાતે. કારણ કે, તેમના સિદ્ધાંતમાં, બ્રહ્મચર્ય વ્રતને પરિગ્રહ વ્રતમાં જ સમાવેશ કરી લેવામાં આવેલો હોવાથી, અહિંસા, સત્ય, અચૌર્ય અને અપરિગ્રહ એ ચાર જ ચા હતા. પરંતુ વખત જતાં ધીમે ધીમે સાધુઓ ધીટ થતા ગયા અને બ્રહ્મચર્યનો વ્રત તરીકે સ્પષ્ટ ઉલેખ ન હોવાથી તેનું પાલન કરવાની અગત્ય કબૂલ ન કરવા લાગ્યા. એટલે ભગવાન મહાવીરે, તેમનાથી જુદા પડી, બ્રહ્મચર્યને પાંચમા મહાવ્રત તરીકે જુદું પાડ્યું. જુઓ ઉતરાધ્યયન ૨૩-૨૬.
ટિ૫ણ નં. ૩ : પિતે રાજ કરેલાં કર્મો જ તપાસી જવા તથા કરેલા પાપકર્મને ખેદ કરી, ગુરુ આગળ કબૂલ કરી, ફરી તેને ન કરવાના નિશ્ચય સાથે પ્રાયશ્ચિત્ત સ્વીકારવાના વિધિને પ્રતિક્રમણવિધિ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org