________________
રહ્યા હોય અમાપાસ
વગતિ અથવા પાક
૨૩૬ મહાવીરસ્વામીને સંયમ ધર્મ
ભગવાન ગૌતમે જવાબ આપ્યો : ના. અમારે મને તેવું કદી બની શકે નહીં. કારણ, બધાં જ પ્રાણુઓની મતિ, ગતિ અને કૃતિ એકસાથે એવી હીન થઈ જાય કે જેથી તે બધાં સ્થાવર પ્રાણીઓ તરીકે જ જન્મ, એવું બનવું સંભવિત નથી. કારણું, દરેક સમયે જુદી જુદી શક્તિ અને પુરુષાર્થવાળા પ્રાણ પિતપતાને માટે ભિન્ન ભિન્ન ગતિ તૈયાર કરી રહ્યા હોય છે. જેમકે કેટલાક પ્રવજ્યા લેવાની શક્તિ વિનાના શ્રમણોપાસકે પિષધ, અણુવ્રત વગેરે નિયમોથી પિતાને માટે શુભ એવી દેવગતિ અથવા સુંદર કુળવાળી મનુષ્યગતિ તૈયાર કરે છે, જ્યારે બીજા કેટલાક મોટી ઇરછાઓ, પ્રવૃત્તિઓ અને પરિગ્રહવાળા અધાર્મિક પુરુષ પોતાને માટે નરકાદિ દુર્ગતિ તૈયાર કરી રહ્યા હોય છે. વળી બીજા કેટલાક અલ્પ ઈચછા, પ્રવૃત્તિ અને પરિગ્રહવાળા ધાર્મિક પુરુષે દેવગતિ અથવા મનુષ્યગતિ તૈયાર કરે છે; જ્યારે બીજા કેટલાક અરણ્યમાં, આશ્રમમાં કે ગામ બહાર રહેનારા તથા ગુણ ક્રિયા અને સાધના કર્યા કરનારા તાપસ વગેરે સંયમ અને વિરતિ ન સ્વીકારી તથા કામભાગોમાં આસક્ત અને મૂછિત રહી, પોતાને માટે અસુરે અને પાતકીઓનાં સ્થાનમાં જન્મવારૂપી તથા ત્યાંથી છૂટીને પણ અંધ, બધિર કે મૂક તરીકે જન્મવારૂપી દુર્ગતિ તૈયાર કરે છે.
વળી કેટલાક શ્રમણોપાસકે કે જેમનાથી પિષધવ્રત કે મારણાંતિક સંખનાર વ્રત વગેરે આકરાં વતે પાળી શકાય એમ હોતું નથી, તેઓ પોતાની પ્રવૃત્તિના સ્થાનની
૧. જુઓ પાન ૧લ્પ ઉપરની નેધ. ૨. જુઓ પાન ૧૯૬ ઉપરની નોંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org