________________
૨૨૯
મહાવીરસ્વામીને સંયમ ધર્મ આપણું બંનેના ધર્મમાં આચારપ્રધાન શીલ તથા જ્ઞાનને આવશ્યક કહ્યાં છે. પુનર્જન્મની બાબતમાં પણ આપણને મતભેદ નથી. [૪૬].
પરંતુ, અમે એક, અવ્યક્ત, લેકવ્યાપી, સનાતન, અક્ષય અને અવ્યય આત્માને માનીએ છીએ. તે બધાં જ ભૂતને વ્યાપી રહ્યો છે – જેમ ચંદ્ર તારાઓને. [૪૭]
આર્થિક જે એમ જ હોય તો પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને પ્રખ્ય, તેમજ કીડા, પંખી અને સાપ તથા માણસ અને દેવ એવા ભેદ જ ન રહે! તેમજ (જુદાં જુદાં સુખદુઃખ અનુભવતાં) તેઓ આ સંસારમાં રખડે પણ કેમ કરીને ?
સંપૂર્ણ એવા કેવળ જ્ઞાનથી લોકનું સ્વરૂપ પિતે જાણ્યા વિના જેઓ બીજાને ધર્મ ઉપદેશે છે, તેઓ પોતાને અને બીજાને બંનેને નાશ કરે છે. સંપૂર્ણ જ્ઞાનથી લેકનું સ્વરૂપ સમજીને તથા પૂર્ણજ્ઞાનથી સમાધિયુક્ત બનીને જે સંપૂર્ણ ધર્મ ઉપદેશે છે, તે પોતે પણ તરે છે અને બીજાને પણ તારે છે.
આમ તુચ્છકારવાલાયક જ્ઞાનવાળા વેદાંતીઓને અને સંપૂર્ણ જ્ઞાન, દર્શન તથા ચારિત્રવાળા જિનેને આપસમજથી સરખા કહીને હે આયુષ્મન ! તું પિતાની જ વિપરીતતા પ્રગટ કરે છે. [૪૭-૫૧]
હસ્તીતાપસ એક વર્ષમાં એક મહાગજને મારીને, બાકીના જીવો ઉપર અનુકંપાને લીધે અમે એક વર્ષ ગુજરાન ચલાવીએ છીએ. [ પર ]
૧. મૂળ : પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org