________________
રર૬ મહાવીરસ્વામીને સંયમધર્મ જેઓ તે સાંભળે છે, તે બંનેને તે અજ્ઞાન અને અકલ્યાણ પ્રાપ્ત કરાવે છે. જેને સંયમ અને પ્રમાદના ત્યાગપૂર્વક અહિંસાધર્મ પાળો છે, તથા જે સ્થાવરજંગમ પ્રાણોનું સ્વરૂપ સમજે છે, તે તમે કહે છે તેવું કદી કહે કે કરે ખરે? વળી તમે કહે છે તેવું આ દુનિયામાં બને છે પણ ક્યાં ? ખળના પિંડાને કોઈ પુરુષ માની લે એવું કયાંય બન્યું છે ? જે એવું કહે છે, તે જ છે અને અનાર્ય છે. [૩૦-૩૨]
વળી, મનમાં સાચી વાત સમજતા હોવા છતાં બહારથી બીજો ભાવ ધારણ કરવો, એ સંયમી લેકેનું લક્ષણ છે ? સ્થૂળ અને પુષ્ટ ઘેટાને મારી, તેને કાપી, તેના માંસને મીઠું નાખી, તેલમાં તળી, પીપર ભભરાવીને તમારા ભોજન માટે તૈયાર કરવામાં આવે છે. પછી તે માંસને નિરાંતે આરોગતા છતાં, “ અમે પાપથી લેપાતા નથી ” એવું તમે બેલો છે. એ તમારી રસલંપટતા અને દુષ્ટ સ્વભાવ જ વ્યક્ત કરે છે. જે કોઈ તેવું માંસ ખાય, તે અજાણતાં ખાતે હોય તે પણ તેને પાપ લાગે છે. છતાં, “અમે જાણીને ખાતા નથી માટે અમને દોષ લાગતો નથી,” એવું બોલવું એ નર્યું જાક નથી તે બીજું શું છે?
સર્વ જીવો ઉપર અનુકંપાવાળા મહામુનિ જ્ઞાતપુત્ર તે દેષિત આહાર ત્યાગ કરવાની ઈચ્છાથી, પિતાને ઉદેશીને તૈયાર કરેલ આહાર જ સ્વીકારતા નથી. કારણકે, તેવા આહારમાં દેષની શંકા હોય છે જ. જેમને ભૂતપ્રાણીઓને સહેજ પણ ઈજા થાય એવી પ્રવૃત્તિ નથી કરવી, તેઓને એ પ્રમાદ કરવો કેમ પાલવે ? સંયમી પુરુષનું ધર્મપાલન એવું સૂક્ષ્મ હોય છે. [૩૫, ૩૭–૪૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org