________________
૨૧૮ મહાવીરસ્વામીને સંયમ ધર્મ કહેવું, કે તીર્થકર હંમેશ થયા જ કરવાના છે એમ પણ ન કહેવું; નાના જંતુને કે મોટા પ્રાણને બંનેને મારવાનું પાપ સરખું છે એમ પણ ન કહેવું, તેમજ નથી એમ પણ ન કહેવું; જેઓ પિતાને ઉદેશીને તૈયાર થયેલો આહાર ખાય છે તેઓ કર્મથી લેપાય છે એમ પણ ન કહેવું, કે નથી લેપતા એમ પણ ન કહેવું તથા પૂલ, સમ તથા કાર્પણ વગેરે શરીરમાં જ (બધી પ્રવૃત્તિઓનું) સામર્થ્ય રહેલું છે એમ પણ ન કહેવું, કે તે શરીરમાં કશું કરવાનું સામર્થ્ય જ નથી એમ પણ ન કહેવું. કારણકે, એ બંનેમાંથી કોઈ પણ પક્ષ સ્વીકારીએ, તે વ્યવહાર કે પુરુષાર્થ ઘટી શકતા નથી. ૪િ–૧૧]
હવે, નીચેની વસ્તુઓ છે જ એમ માનવું જોઈએ. કારણકે, તેમ ન માનીએ તે વ્યવહાર કે પુરુષાર્થ ઘટી ન શકે. જેમકે, લોક તથા અલોક નથી એમ નિશ્ચય ન કરે. પરંતુ લોક તથા અલોક છે એ નિશ્ચય કરે; જીવ તેમજ અજીવ દ્રવ્યો નથી એવો નિશ્ચય ન કરવો, પરંતુ જીવ તેમજ અજીવ છે એ નિશ્ચય કરે. તે જ પ્રમાણે ધર્મ-અધમ, બંધ–મોક્ષ, પુણ્ય-પાપ, કર્મોનું
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧
૨. આમા ચેતન છે અને શરીર જડ છે. પરંતુ તેથી એમ માનવાની જરૂર નથી કે એ બંને વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી. જે જડ હેવાથી શરીર અક્રિય છે એમ માનીએ, તો માત્ર આત્મા શરીર વિના કાંઈ કરી શકે નહિ; અને શરીરમાં જ ક્રિયા માનીએ અને આત્માને નિર્લિપ્ત અને ફૂટસ્થ માનીએ, તે ચેતન જીવ પિતાની ક્રિયાઓ માટે જવાબદાર ગણાય નહીં.
૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org