________________
૧૯૮ મહાવીરસ્વામીને સંયમ ધર્મ
તે એ જ ગજ અને માપથી બીજાઓની બાબતમાં પણ વિચાર કરે એ જ ધર્મવિચાર કહી શકાય કે નહિ ? બસ, ત્યારે આપણને હવે માપવાને ગજ, પ્રમાણુ અને ધર્મવિચાર મળી ગયાં! એટલે જે શ્રમણબ્રાહ્મણે એમ કહે છે તથા ઉપદેશ છે કે, બધાં ભૂત પ્રાણોને મારવાં જોઈએ, તેમની પાસે બળાત્કારે કામ કરાવવું જોઈએ કે તેમને રિબાવવાં જોઈએ, તે બધા ભવિષ્યમાં પણ એ જ રીતે છેદભેદ તથા જન્મ-જર-મરણ પામશે અને અનેક યુનિઓમાં ભટકતા ભટકતા ભવપ્રપંચના કકળાટ ભગવશે. તેમને માતૃમરણ, પિતૃમરણ, ભ્રાતૃમરણ તથા એ જ પ્રમાણે ભાર્યા, પુત્ર, પુત્રી તથા પુત્રવધૂનાં મરણનું દુઃખ ભોગવવું પડશે તથા દારિદ્ય, દૌર્ભાગ્ય, અપ્રિયપ્રાપ્તિ અને પ્રિયવિયોગ વગેરે બહુ પ્રકારનાં દુઃખ-દૌર્મનસ્ય ભોગવવા પડશે. તેમને સિદ્ધિ કે બધ પ્રાપ્ત થવાં અશક્ય થશે, તથા તેઓ સર્વદુઃખોને અંત લાવી શકશે નહીં.
પરંતુ જે શ્રમણ બ્રાહ્મણે અહિંસાધર્મ ઉપદેશે છે, તેઓ આ બધાં દુઃખો નહીં પામે તથા તેઓ સિદ્ધિ અને બેધ પામી, સર્વ દુઃખને અંત લાવી શકશે.”
પ્રથમનાં બાર ક્રિયાસ્થાનેમાં વર્તનારા જીવોને સિદ્ધિ, બુદ્ધિ અને મુક્તિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે. પરંતુ તેરમું ક્રિયાસ્થાન સેવનારા સિદ્ધિ, બુદ્ધિ અને મુક્તિ પામી, સર્વ દુઃખોને અંત લાવી શકે છે. તેથી આત્માને ઈચ્છનારા, આત્માનું કલ્યાણ કરવામાં તત્પર, આત્મા ઉપર અનુકંપાવાળા, તથા આત્માને આ કારાગૃહમાંથી છેડાવવા પરાક્રમ અને પ્રવૃત્તિવાળા મનુષ્ય પોતાના આત્માને એ બાર ક્રિયાસ્થાનમાંથી બચાવે.
આમ કહી, શ્રીસુધર્મસ્વામી થોભ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org