________________
૧૯૬ મહાવીરસ્વામીને સંયમ ધર્મ વગેરે વિવિધ સંકટોથી ઘેરાઈ જાય છે, ત્યારે અથવા એમને એમ પણ તે ખાવાપીવાનું છોડી દે છે તથા પોતે કરેલાં પાપકર્મો ગુરૂને નિવેદિત કરી, તેમનું પ્રાયશ્ચિત્ત સ્વીકારી, સમાધિયુક્ત થાય છે, તથા આયુષ્ય પૂરું થયે મરણ પામી, મહાકદ્ધિવાળા તથા મહાદ્યુતિવાળા દેવલોકમાંના કોઈ એક દેવલેકમાં જન્મ પામે છે.
આ સ્થાન આર્ય છે, શુદ્ધ છે, સંશુદ્ધ છે તથા સર્વ દુઃખોને ક્ષય કરવાના માર્ગરૂપ છે.
આમ મિશ્ર નામના ત્રીજા સ્થાનનું વિવરણ થયું.
જે મનુષ્ય પાપથી વિરત નથી થતું, તે બાળક જેવો મૂઢ છે; અને જે થાય છે, તે પંડિત છે, જે અમુક બાબતમાં થાય છે અને અમુક બાબતમાં નથી થતો, તે બાલ તથા પંડિત બને છે.
જે સ્થાનમાં બધી બાબતોને વિષે અવિરતિ છે, તે સ્થાન હિંસાનું છે તથા ત્યાગવા લાયક છે. અને જે સ્થાનમાં બધી બાબતોમાં વિરતિ છે, તે સ્થાન અહિંસાનું છે તથા સ્વીકારવા એગ્ય છે. તથા જ્યાં અમુક બાબતમાં વિરતિ અને અમુક બાબતોમાં અવિરત બને છે, તે સ્થાન હિંસા અહિંસા બંનેનું છે. (છતાં) તે આર્ય છે, સંશુદ્ધ છે તથા સર્વદુઃખને ક્ષય કરવાના માર્ગરૂપ છે.
૧. આ પ્રમાણે કાળ, ઉંમર કે ઉપસર્ગ (વિશ્નો)ને કારણે સંચમધર્મ પાળવો અશક્ય થઈ જાય, ત્યારે અથવા એમને એમ પણ અન્નપાનને ત્યાગ કરી, મૃત્યુ પર્યત સૃતિ અને સમાધિયુક્ત રહેવું તેને “મારણાંતિક સંખના ” કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org