________________
તેર કિયાસ્થાને
૧૯૧ પ્રાણુને કલેશ ન થાય તેવી રીતે વર્તન કરનારા હોય છે. તેઓ કેધ, માન, માયા અને લોભ વિનાના, શાંત, મેહરહિત, ગ્રંથીરહિત, શોકરહિત તથા અમૂછિત હોય છે. તેઓ કાંસાના વાસણની પેઠે નિર્લેપ, શંખની પેઠે નિર્મલ, જીવની પેઠે સર્વત્ર ગમન કરનારા, આકાશની પેઠે અવલંબન વિનાના, વાયુની પેઠે બંધન વિનાના, શરદઋતુના પાણીની પિઠે નિર્મળ હૃદયવાળા, કમળના પાનની પેઠે નિર્લેપ, કાચબાની માફક ઇંદ્રિયોનું રક્ષણ કરનારા, પંખીની માફક છૂટા, ગેંડાના શીંગડાની પેઠે એકાકી, ભારંડપક્ષીની પેઠે સદા જાગ્રત, હાથીની માફક શક્તિશાળી, બળદની માફક બળવાન, સિંહની પેઠે દુધઈ, મંદર પર્વતની પઠે નિકંપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવી સૌમ્ય કાંતિવાળા, સૂર્ય જેવા તેજસ્વી, કંચનની પેઠે દેદીપ્યમાન, પૃથ્વીની પિઠે સર્વે સ્પર્શી સહન કરનારા, તથા ઘી હોમેલા અગ્નિની પેઠે તપના તેજથી જવલંત હોય છે.
આ ભગવંતને પશુ, પંખી, નિવાસસ્થાન કે વસ્ત્રાદિ સાધનસામગ્રી - એ ચાર પ્રકારના અંતરામાંથી એકે પ્રકારનો અંતરાય પિતાને જે દિશામાં જવું હોય ત્યાં જવામાં બાધા કરતો નથી. તેઓ નિર્મળ, અહંકારરહિત
૧. કાંસાના વાસણને પાણું ચાટતું નથી.
૨. આ પક્ષીને બે ડોક અને ત્રણ પગ હોય છે એમ કહેવાય છે. તે જે સહેજ પણ પ્રમાદ કરે, તો અવશ્ય મરી જાય. કારણકે, પિતાને જ બે મુખ છે એ ભૂલી જઈ, જે બંને મુખ એક બીજાના મેનું ઝુંટાવવા પ્રયત્ન કરે તો તે નાશ પામે. અથવા તેને બે શરીર વચ્ચે ત્રણ પગ જેવું થયું, એટલે ચાલવામાં સહેજ ગોટાળે કરે તે ગબડી પડી નાશ પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org