________________
તેર કિયાસ્થાને
૧૮૯ તથા તે જ પ્રમાણે પંખી, પશુ કે બીજાં પેટે ચાલતાં પ્રાણીઓની હિંસા કરે છે.
પિતાનો બાહ્ય પરિવાર જેવા કે, નોકરચાકર, દાસદાસી, બેડૂત કે આશ્રિતો વગેરે – તેના પ્રત્યે તેઓ અત્યંત ક્રૂર તથા કઠોરપણે વર્તે છે. તેમનો નાને સરખો અપરાધ થતાં તેઓ તેમને જાતે કારમી શિક્ષા કરે છે, તથા ભયંકર કમોતે મરાવી નાખે છે.
તે જ પ્રમાણે પિતાને આંતરિક પરિવાર જેવા કે, માતાપિતા, ભાઈબહેન, ભાર્યા, પુત્ર, પુત્રી, પુત્રવધૂ વગેરે --- તેમને પણ થોડે ઘણે અપરાધ થતાં તે જાતે કઠોર શિક્ષા કરે છે. આ પ્રમાણે તેઓ બધાને દુ:ખ, શેક
૧. મૂળમાં પંખીઓ માટે : તેતર, બતક, લાવક, કબૂતર અને કપિંજલનાં નામે છે. પશુઓ માટે : મૃગ પાડે અને ભૂંડનાં નામે છે. પેટે ચાલનારાં માટે : ગાહા, કાચબા અને સાપ વગેરે – એટલાં નામે છે.
૨. મૂળ : ભાગે ખેડનાર.
૩. મૂળમાં તેના પ્રકારે આ પ્રમાણે વર્ણવ્યા છે : દંડ કરવો, વાળ ઉખાડાવી નંખાવવા, તિરસ્કાર કરો, માર માર, બાંધી રાખવા, હેડબેડીમાં નાખવા, હાથપગ છેદાવી નાંખવા, લિંગ વગેરે અંગો પાવી નાખવાં, પડખાં ભગાવી નાંખવાં, આખે ફેડી નાખવી, દાંત તોડી પાડવા, નાગા કરવા, જીભ ખેંચી કાઢવી, ઊંધા લટકાવવા, જમીન ઉપર ઘસડાવવા, ઘુમાવવા, શૂળીએ ચડાવવા, બાલા મારવા, ઘા ઉપર ખારે છાંટો, વાહન પાછળ બાંધી ખેંચાવવા, સિંહને કે બળદને પૂંછડે બંધાવવા, બળતા અગ્નિમાં નાંખવા, કાગડા-ગીધ પાસે ફડાવી નંખાવવા, ભૂખે તરસે મારવા, જીવનકેદ કરવી, ચાબખા મરાવવા વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org