________________
ઉદઘાત મહાવીર ભગવાનના નિર્વાણ પછી ગૌતમ બાર વર્ષે કેવળજ્ઞાની તરીકે જીવ્યા (ઈ. સ. પૂર્વે ૫૧૫); પરંતુ કેવળજ્ઞાનીને સંઘવ્યવસ્થા વગેરે કાર્યો કરવાનાં હોય નહિ એટલે તે કામ પાંચમા ગણધર સુધર્મ સ્વામી ઉપર આવી પડયું. કારણકે તેમના સિવાય બીજ ગણધરે મહાવીરની પહેલાં જ નિર્વાણ પામી ગયા હતા.
સુધર્મ સ્વામીને જન્મ ઈ. સ. પૂ. ૬૦૭માં એટલે કે ગૌતમને જન્મ જે વર્ષમાં થયો હતો તે જ વર્ષમાં નાલંદા નજીક આવેલા કોલ્લાકમાં થયો હતો. તેમના પિતાનું નામ ધમ્મિલ્લ તથા માતાનું નામ ભકિલા હતું સુધર્મા વેદપારંગત હેઈ સેંકડે શિષ્યના અધ્યાપક હતા. એક વખત અપાપા નગરીમાં સોમિલ નામના એક ધનાલ્ય બ્રાહ્મણે યજ્ઞ કર્યો, તેમાં તેણે ગૌતમ, સુધર્મા વગેરે તે વખતના અગિયાર સુપ્રસિદ્ધ બ્રાહ્મણોને યજ્ઞકર્મમાં કુશળ જાણી નેર્યા. એ અરસામાં ભગવાન મહાવીર તે જગાએ ફરતા ફરતા આવી ચડ્યા. તેમને આવેલા જાણી મનુષ્યસમુદાય યજ્ઞ છેડી તેમની પાસે જવા લાગ્યો. એટલે ચિડાઈને ગૌતમ વાદવિવાદમાં મહાવીરને હરાવવા તેમની પાસે ગયા. આખ્યાયિકા એવી છે કે તે અગિયારે વિપ્રો તત્ત્વજ્ઞાનાદિમાં કુશળ છતાં દરેકના મનમાં એક એક શંકા હતી. પરંતુ પિતાનું મહત્ત્વ ઘટવાને ભયે તેઓ એકબીજાને પૂછી તેનું નિવારણ કરી શક્તા નહોતા. તે દરેકની શંકાને ભગવાન મહાવીરે નિરાસ કર્યો એટલે તે અગિયારે જણ પિતાના શિષ્યો સાથે મહાવીરના પંથમાં ભળ્યા. પ્રથમથી જ તેઓ પ્રજ્ઞાવાન તથા વિચક્ષણ તે હતા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org