________________
૧૮૦ મહાવીરસ્વામીને સંયમધર્મ
(૧૨) લેભપ્રત્યચિંક – એટલે કે, કામભાગે વગેરે વિષયોમાં આસક્તિરૂપી પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. કેટલાક (તાપસ અથવા સાધુઓ) અરણ્યમાં, આશ્રમમાં કે ગામ બહાર રહે છે, અને કોઈ કાંઈ ગુપ્ત ક્રિયાઓ કે સાધનાઓ કરે છે. પરંતુ તેઓ ખાસ સંયમ નથી હોતા કે સર્વે ભૂતપ્રાણીઓ(ની કામના કે હિંસા)થી ખાસ વિરત પણ થયા નથી હોતા. તેઓ સ્ત્રી વગેરે કામભાગોમાં આસક્ત તથા મૂર્ણિત હેય છે. તેઓ પોતાને વિષે ગમે તેવી સાચી જૂઠી વાત બીજાઓને જણાવે છે. જેમકે :
બીજાને મારવા પણ અમને ન મારવા; બીજને હુકમ કર પણ અમને ન કરવો; બીજાને ગુને થતાં પકડવા પણ અમને ન પકડવા; બીજાને ન કરવી પણ અમને ન કરવી; બીજાને પ્રાણદંડ દે, પણ અમને ન દે.” એ લોકો એ પ્રમાણે થોડે અથવા વધારે વખત કામ ભોગે ભોગવી, નિયત સમયે મૃત્યુ પામી, અસુરે અને પાતકીઓનાં સ્થાન પામે છે; અને તેમાંથી છૂટીને પણ વારંવાર જન્મથી મૂંગાબહેરા, આંધળા કે માત્ર મૂગા થઈને જન્મે છે. આ લેભપ્રત્યધિક ક્રિયસ્થાન કહેવાય.'
૧. આ ક્રિયાસ્થાનની વ્યાખ્યા તેમજ દષ્ટાંત બીજાં કિયાસ્થાનની પેઠે પ્રાસંગિક નથી. લોભનો અર્થ પણ “કામભેગોની આસક્તિ' એવો વિરતૃત કર્યો છે તથા દાખલો પણ સામાન્ય ગૃહસ્થીને ન લેતાં, અમુક આરણ્યકનો લીધે છે. આ આ ફકરે પછી પણ બીજા પ્રસંગોમાં પરંતુ આ જ શબ્દોમાં બે વખત આવે છે. એટલે, રાજા કે નગરનાં વર્ણનોના અમૂક નિયત ફકરા કે જે આખા અંગસાહિત્યમાં પ્રસંગ આવતાં એક જ શબ્દોમાં વાપરવામાં આવે છે, તેમના જેવો જ આ પણ હોય અને તેની વિગતોને પ્રાસંગિક વર્ણન સાથે બહુ નિસબત ન પણ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org