SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ મહાવીરસ્વામીને સંચમધમ ૧૬ ઉત્પાદન -(૧) ધાત્રીકમ આહાર મેળવવા ગૃહસ્થના છોકરાને દાઈની માફક રમાડે. (૨) દૂતકર્મ સગાંવહાલાંના સમાચાર લાવી આપે. (૩) નિમિત્ત: સુખદુઃખ, લાભ, નુકસાન વગેરે ભવિષ્ય ભાખે. (૪) આજીવિક: પોતે દાન આપનારનાં જ્ઞાતિકુળને છે એમ કહે. (૫) વનપક: ગૃહસ્થની કે તેને ઈષ્ટની ભાટાઈ કરે, પિતાનું દુ:ખ રહે છે. (૧) ચિકિત્સા: વૈદું કરે. (૭) ક્રોધપિડ : શાપ વગેરેની ધમકી આપે. (૮) માનપિંડ: મેં તારે ત્યાંથી ભિક્ષા મેળવવાની હોડ બકી છે વગેરે કહે. (૯) માયાપિઠ: વેષપલટે વગેરે છેતરપિંડી કરે. (૧૦) લોભપિંડ: રસયુક્ત ભોજન મેળવવા રખડે. (૧૧) સંસ્તવપિંડ: આહાર લેતા પહેલાં અને પછી ગૃહસ્થની સ્તુતિ કરે. (૧૨) વિદ્યાપિંડ: વિદ્યા વડે મેળવે. (૧૩) મંત્રપિંડ: મંત્રજાપથી મેળવે. (૧૪) ચૂર્ણયોગ: વશીકરણ વગેરેનાં ચૂર્ણ આપીને કે શીખવીને મેળવે. (૧૫) ગપિંડ: અદશ્ય થવા ઇ. માટેનાં અંજન વગેરે યોગો બતાવીને મેળવે. (૧૬) મૂલકર્મ: મધા, મૂલા વગેરે નક્ષત્રોની શાંતિ સારુ મૂળ વગેરેથી સ્નાન ઈ. અનુષ્ઠાન બતાવીને મેળવે. ગ્રહણષણાના ૧૦ દે: (૧) શંકિત: દાતાને આહાર આપતાં (સદોષ નિર્દોષની) શંકા હોય. (૨) પ્રક્ષિત : ઉદક વગેરે સચિત્ત પદાર્થોથી ખરડાયેલે. (૩) નિક્ષિપ્ત: સચિત્ત પદાર્થો ઉપર કે તેમની વચ્ચે મૂકેલો. (૪) પિહિતઃ આહાર પતે અચિત્ત હોય પણ સચિત્ત પદાર્થોથી આચ્છાદિત હોય (અથવા તેથી ઊલટું પણ). (૫) સંહૃત: મોટા વાસણમાંથી બીજા વાસણમાં કાઢીને આપેલો (અથવા, વાસણમાંથી ઉતરાં વગેરે ન આપવા જેવું, સચિત્ત પૃથ્વી વગેરે ઉપર એકઠું કરી, તે વાસણુ વડે આપેલો). (૬) દાયક: અગ્ય અવસ્થાના દાતા પાસેથી લીધેલો આહાર. (૭) ઉન્મિશ્રિત : સચિત્તથી મિશ્રિત. (૮) અપરિણત: હજુ બરાબર ન રંધાયેલું કે બે પુરુષનું સહિયારું હોઈ એક બીજાની મરજી વિરુદ્ધ સાધુને આપેલું. (૯) લિપ્ત : દહીં દૂધ વગેરે દ્રવ્ય કે જેનાથી હાથ કે વાસણુ ખરડાય અને જેથી પછી હાથ વગેરે દેવારૂપી પશ્ચાત્ કર્મ કરવું પડે તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy