SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ર મહાવીર સ્વામીને સંયમ ધર્મ ઈશ્વરમાંથી ઉત્પન્ન થયા છે; તેઓ ઈશ્વર વડે પ્રકાશિત થયા છે; સર્વ પ્રકારે ઈશ્વરમાં રહેલા છે અને ઈશ્વરને આશ્રીને વર્તે છે. જેમ ગૂમડું તથા બેચેની શરીરમાં ઉત્પન્ન થાય છે, શરીરમાં રહે છે અને શરીરને આશ્રીને વર્તે છે, તેમ ૧ શ્રમનિગ્રંથોએ ઉપદેશેલાં, રચેલાં અને પ્રચારમાં આણેલાં બાર અંગારૂપી ગાપિટક મિથ્યા છે, ખરાં નથી, તેમજ યથાર્થ નથી. પરંતુ અમારે આ સિદ્ધાંત સાચે છે, તથા યથાર્થ છે. આમ બધું જ ઈવધીન માનનારા તેઓ ક્રિયા–અક્રિયા, સુકૃત-દુષ્કત વગેરે કાંઈ માનતા નથી. એટલે પછી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ કામગે જ ભોગવ્યાં કરે છે. પિતાની આવી અવળ સમજ તેઓ બીજાઓમાં પણ ઊભી કરે છે અને સર્વત્ર ફેલાવે છે. તેઓ પણ, પક્ષી પાંજરામાંથી છૂટી ન શકે તેમ, પિતાની અવળી સમજથી ઉત્પન્ન થતા કર્મો અને દુઃખોમાંથી છૂટી શકતા નથી. અને આ પાર કે પેલે પાર પહોંચવાને બદલે ૧. મૂળમાં તેવા જ બીજા દાખલા પણ આપ્યા છે : કીડીને રાફડે અને માટી, વૃક્ષ અને જમીન, તલાવડી અને જમીન, પાણીને સમુદાય અને પાણી પાણીનો પરપેટે અને પાણું. ૨. જુઓ ઉપઘાત, શરૂઆતને ભાગ. . . ૩. તેઓ જીવની સવ શુભાશુભ ક્રિયાનું કારણ ઈશ્વરને જ માને છે, અને જીવને કર્મની સર્વ જવાબદારીમાંથી મુક્ત કરે છે : अज्ञो जन्तुरनीशः स्यादात्मनः सुखदुःखया : । ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा ॥ एष ह्येव साधु कम कारयति तं यमेभ्यो लोकेभ्य उन्निनीषत, एष उ एवासाधु कर्भ कारयति तं यमो निनीषत ।। શી. રૂ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy