________________
૧૬૦ મહાવીરસ્વામીને સંયમ ધર્મ દ્વારા વિવિધ કામગે સેવ્યાં કરે છે. તેમનામાં શ્રદ્ધા રાખનારા લેકે પણ તેમને કહે છે : વાહ ! ઘણું સારું કહ્યું, ઘણું સાચું કહ્યું. હે શ્રમણ, હે બ્રાહ્મણ, હે આયુમન ! અમે ખાનપાન, મુખવાસ, મીઠાઈ, વસ્ત્ર, પાત્ર, કબળ અને રજેયણાથી આપનું પૂજન કરીએ છીએ !
આમ કેટલાય (સુખોપભોગ તથા) પૂજન સત્કારની લાલચે એ માર્ગ તરફ વળી જાય છે અને પછી બીજાને પણ લલચાવે છે. શરૂઆતમાં તો તેઓ પાપકર્મને ત્યાગ કરવાને અર્થે ઘરબાર, પુત્ર, પશુ ત્યાગી, ભિક્ષુક શ્રમણ બન્યા હોય છે. પરંતુ પિતે કામનાઓથી પર ન બન્યા હોવાથી, જાતે પાપકર્મો કરે છે અને બીજા પાસે કરાવે છે. એવા સ્ત્રી વગેરે કામગોમાં આસક્ત, લંપટ તથા લુબ્ધ પુરુષો પિતાની જાતને પણ મુક્ત કરી શકતા નથી કે બીજાને પણ મુક્ત કરી શકતા નથી. ગૃહસંસાર છોડવા છતાં, આર્ય માર્ગને ન પામેલા તેઓ, નથી આ તરફ આવી શકતા કે નથી સામે પાર જઈ શકતા; પરંતુ વચ્ચે જ કામભોગમાં ખેંચી જાય છે.
આમ, “જે શરીર છે તે જ જીવ છે ” એવું માનનારા તજજીવત૭રીરવાદી ” નું વર્ણન પૂરું થયું. [૯]
હવે પંચમહાભૂતમાં માનનારા બીજા પુરુષનું વર્ણન કહેવામાં આવે છે. તે પણ રાજા પાસે આવીને કહે છે : હે રાજન ! આ લોકમાં પાંચ મહાભૂતો જ છે. તેમના વડે ઘાસના તણખલા સુધીની બધી વસ્તુઓ અમે ઘટાવી શકીએ છીએ. પાંચ મહાભૂત તે આ પ્રમાણે પૃથ્વી, પાણ, તેજ, વાયુ અને આકાશ. તેમના એકઠા મળવાથી આ બધા પદાર્થો બન્યા છે. પણ તેમને પિતાને કેઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org