________________
વિષયમાં રતિ, કુડકપટ અને જૂઠ વગેરે સર્વ પાપકર્મોથી વિરત થયે હેય છે; મિથ્યા માન્યતાઓ રૂપી કાંટા વિનાને હોય છે; સમ્યક્ પ્રવૃત્તિવાળો હોય છે; હંમેશાં યત્નવાન હોય છે; પિતાના કલ્યાણમાં તત્પર હોય છે; કદી ગુસ્સે થતું નથી તથા અભિમાન કરતું નથી. [૧]
તે શ્રમણ એટલા માટે કહેવાય છે, તે વિઘોથી હારી જતો નથી, તથા સર્વ પ્રકારની આકાંક્ષાઓ વિનાને હોય છે. વળી તે પરિગ્રહ, હિંસા, જૂઠ, મૈથુન, ક્રોધ, માન, માયા, લેભ, રાગ તથા ટ્રેષરૂપી પાપનાં મૂળ કારણ, કે જેમના વડે પાપકર્મ બંધાય છે તથા જે આત્માને દેષિત કરે છે, તે સર્વથી પહેલેથી જ વિરત થયેલ હોય છે. [૨]
તે ભિલું એટલા માટે કહેવાય છે, તે અભિમાન વિનાને હોય છે, નમ્ર હોય છે તથા ગુરુની આજ્ઞાનું પાલન કરનારો હોય છે. તે વિવિધ પ્રકારનાં કષ્ટો અને વિઘોથી દબાઈ જતું નથી. અધ્યાત્મયોગથી તેણે પોતાનું અંતઃકરણ શુદ્ધ કરેલું હોય છે. તે પ્રયત્નશીલ હોય છે, સ્થિર ચિત્તવાળો હોય છે અને પારકાએ આપેલા ભેજનથી મર્યાદામાં રહીને જીવનનિર્વાહ કરતો હોય છે. [૩]
તે નિગ્રંથ એટલા માટે કહેવાય કે, તે એકલો હેય છે, એકને જાણનાર હોય છે, જાગેલું હોય છે,
૧. રાગદ્વેષરહિત અથવા સંન્યાસી.
૨. ટીકાકાર એવો અર્થ ઘટાવે છે કે : તે આત્માને એક (કોઈની સહાય વિનાને તથા એકલો જ પિતાનાં કર્મફળ ભોગવનાર) જાણે છે. અથવા તે “એક એટલે શ્રેષ્ઠ એવા મોક્ષ અથવા ધર્મને જાણે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org