________________
૧૪૮
મહાવીરસ્વામીને સંયમ ધર્મ જુઓને, અસ્ત્રાનો પણ અંત” (ધાર) જ કામ આવે છે અને પિંડું પણ અંત (નેમિ) ઉપર જ ફરે છે. બુદ્ધિમાન મનુષ્ય વસ્તુઓના “અંત ૧ સેવે છે, તેથી જ સંસારનો પણ અંત લાવી શકે છે. [૧૩, ૧૫-૮, ૨૨]
આમ જેણે પૂર્વે બાંધેલું કર્મ ખંખેરી નાખ્યું છે, અને નવું થવા દીધું નથી, તે મહા વીર પછી જન્મતો નથી કે મરતો નથી. વાયુ જેમ વાળાને ઓળંગી જાય છે, તેમ તે જગતના મને રમ કામગોને ઓળંગી જાય છે તેને હવે કશે સંકલ્પ રહ્યો નથી તેમજ જીવિત કે મરણની પણ કામના રહી નથી. તે હવે જગતના ચક્ષુરૂપ બને છે. પિતાનાં પૂર્વકર્મોને લીધે તે હવે મોક્ષમાર્ગ ઉપદેશે છે. તે ઉપદેશ ભિન્ન ભિન્ન પ્રાણીઓ પ્રમાણે ભિન્ન ભિન્ન હોય છે. તેને જગતના પૂજન સત્કારની દરકાર હોતી નથી. જે મનુષ્ય શુદ્ધ, પરિપૂર્ણ અને સર્વોત્તમ ધર્મનો ઉપદેશ આપતો હોય અને પિતે પણ તે ધર્મને સ્થાનરૂપ બન્યું હોય, તે પ્રજ્ઞાવાન તથાગતને હવે બીજા જન્મની વાત કેવી ? [૮, ૧૦–૧, ૧૯-૨૦
તે ઉત્તમ સ્થાન કાશ્યપે કહી બતાવ્યું છે. તેને પ્રાપ્ત કરીને નિશ્ચિંત થયેલા કેટલાય બુદ્ધિશાળી લેકે પરમ શાંતિ પામ્યા છે. સર્વ સાધુ પુરુષોને સંમત એ તે મોક્ષમાર્ગ કર્મરૂપી શલ્યને ઉખેડી નાખે છે. એ દુર્બોધ માર્ગનો અંત પ્રગટ કરનારા મુક્ત પુરુષો પૂર્વે થઈ ગયા છે અને બીજા પણ તેવા સુંદર આચરણવાળા હજુ થશે. [૨૧, ૨૪-૨૫]
(૧) જેમકે ગામને “અંતે એટલે કે ગામ બહાર રહેવું; ખોરાકનો “સંત” એટલે જીવનનિર્વાહ પૂરતો લૂખોપા બરાક. તે જ પ્રમાણે ઇચ્છાઓના અંત વગેરેનું સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org