________________
અધ્યયન ૧૪ મું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? શ્રીસુધર્મસ્વામી બેલ્યા :
હે વત્સ, શાસ્ત્રનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું તે હવે તને કહું. શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનારાએ કામભોગની આસકિત ત્યાગીને, પ્રયત્નપૂર્વક બ્રહ્મચર્યનું સેવન કરવું તથા ગુરુની આજ્ઞાનું પાલન કરતા રહી, પ્રમાદરહિત બનીને ચારિત્રની શિક્ષા પ્રાપ્ત કરવી. [૧]
સમાધિના મૂળ કારણરૂપ ગુરુના સહવાસની શિષ્ય * હંમેશાં ઈચ્છા રાખવી. કારણ કે ગુરુના સહવાસ વિના સંસારનો અંત લાવી શકાતું નથી. મુમુક્ષુ તથા બુદ્ધિશાળી શિષ્ય તે સહવાસની બહાર ન નીકળવું. કારણકે, પાંખે
બરાબર આવ્યા વિના માળાની બહાર ઊડવા પ્રયત્ન કરતાં પંખીનાં બચ્ચાંને જેમ ઢક પક્ષીઓ ઉપાડી જાય છે, તેમ ધર્મની બાબતમાં દઢ ન થયેલા શિખાઉને, ગર કે સંધમાંથી વિખૂટો પાડ્યા બાદ તે આપણા કાબૂમાં આવશે” એમ માનતા અનેક હીનધર્મીઓ હરી જાય છે. [૨-૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org